ETV Bharat / state

વડનગર કોવિડ હોસ્પિટલમાં 90 ટકાથી પણ વધારે દર્દીઓ થઇ રહ્યા છે સ્વસ્થ

વડનગરની કોવિડ હોસ્પિટલમાં 200 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેઓમાંથી સાદા ઓક્સિજન માસ્ક સાથે, RBM માસ્ક સાથે, બાયપેપ અને વેન્ટિલેટર સાથે દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. વડનગર હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ફિઝિશિયન, એનેસ્થેટિક, મેડિકલ ઓફિસર ,નર્સિંગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફ દિવસ-રાત ખડે પગે સારવાર માટે ઉપલબ્ધ હોય છે.

દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થઈ રહ્યા છે

author img

By

Published : May 3, 2021, 1:48 PM IST

  • દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થઈ રહ્યા છે
  • સરકારી હોસ્પિટલની સારવાર A 1 કેટેગરીની હોવાનો દર્દીઓનો શૂર
  • 200 પથારી પર સતત 24 કલાક દર્દીઓને અપાય છે સારવાર
  • હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓને પોતાના સગા માની રહ્યો છે

મહેસાણા: કુદરતનો સાક્ષાતકાર થયો નથી, પરંતુ ડોક્ટર રૂપી ભગવાન આજે અનેક લોકોના જીવ બચાવી રહ્યા છે. આ શબ્દોને વડનગર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રવિન્દ્ર શિવનારાયણના છે. મહેસાણા જિલ્લાની વડનગર કોવિડ હોસ્પિટલમાં 200થી વધુ પથારીઓ છે. આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને ઉતમ સારવાર અપાઇ રહી છે. રાજ્ય સરકાર કોવિડના દર્દીઓ સ્વસ્થ થાય તે દિશામાં સતત પ્રયત્નશીલ છે.

ઓક્સિજન સિસ્ટમ મારફતે ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે

આ હોસ્પિટલમાં 200 પથારીની સેન્ટ્રલ લાઈન ઓક્સિજન સપ્લાય સિસ્ટમ સાથેની સુવિધા કાર્યરત છે. ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓને કોવિડ-19ની ટ્રીટમેન્ટ તેમજ પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવે છે. આ દર્દીઓ ઓક્સિજન સેચ્યુરેશન લેવલ મેઈન્ટેન કરે તે માટે સેન્ટર ઓક્સિજન સિસ્ટમ મારફતે ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે.

સરકારી હોસ્પિટલની સારવાર A 1 કેટેગરીની હોવાનો દર્દીઓનો શૂર

આ પણ વાંચો: પુત્રવધૂની મક્કમતાથી 67 વર્ષીય કિશોરસિંહને મળ્યું નવું જીવનદાન

700 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાનો PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે

વડનગર હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા માટેની સુચારૂ વ્યવસ્થા અમલમાં છે. 700 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન બનાવતો અદ્યતન PSA પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જે તેની પૂર્ણ ક્ષમતાએ કામ કરે છે. વડનગરમાં અત્યાધુનિક સારવારથી અનેકો દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.

આ પણ વાંચો: ભાવનગરમાં કોરોનાના કુલ 7170 દર્દી પોઝિટિવ,સ્વસ્થ 6605, મૃત્યુ આંક 72 નોંધાયો

દર્દીઓએ પોતાના મત રજૂ કર્યા

વડનગર હોસ્પિટલમાં સારવાર મેળવતા દર્દી રવિન્દ્ર શિવનારાયણએ જણાવ્યું હતું કે, સરકારની આ હોસ્પિટલમાં A 1 કક્ષાની સારવાર મળી રહી છે. મેડિકલ સ્ટાફની પારીવારીક ભાવનાથી આ હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. જેનો હું સાક્ષી છું. આ ઉપરાંત આ હોસ્પિટલમાં સારવાર મેળવતાં વર્ષાબેને જણાવ્યું હતું કે, ઉતમ-ગુણવતાયુક્ત અને ત્વરીત સારવાર આ હોસ્પિટલમાં મળી રહી છે. હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, બાયપેપ સહિત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલ્બધ છે. હોસ્પિટલમાં 24x07 કલાક સ્ટાફ કાર્યરત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.