મહેસાણા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ રહી છે. હાલમાં ડેમમાં 82.6 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. તે સાથે જ હાલમાં ડેમમાં પાણીની સપાટી 619 ફૂટ જેટલી થવા પામી છે. મહત્વનું છે કે આ ડેમની પૂર્ણ સપાટી 622 ફૂટ છે. 28716 mcft પાણીનો સંગ્રહ ક્ષમતા સામે હાલમાં ડેમમાં 22240 mcft જથ્થો જળસંગ્રહ થયો છે.
આ પણ વાંચો Monsoon Gujarat 2022 જૂઓ સરદાર ડેમ સહિત રાજ્યના 207 જળાશયોમાં કેટલો થયો જળસંગ્રહ
પાણીની મબલખ આવક રાજસ્થાનમાં વરસાદ સહિત ડેમના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ધરોઈ ડેમમાં પાણીની મબલખ આવક નોંધાઇ રહી છે. જે જોતા ડેમ સત્તાવાળાઓ દ્વારા 17,000 ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડવા માટે ડેમના બે દરવાજા 2 ફૂટ જેટલા Dam in North Gujarat ખોલવામાં આવ્યા છે. આમ ડેમમાં પાણીની આવક થકી ડેમને 100 ટકા ભરવા સાથે ક્યાંક વધુ આવક નોંધાય અને ડેમ પર જોખમ ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો Monsoon Gujarat 2022 Update રાજકોટ જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ કેટલો વરસાદ પડ્યો જૂઓ
નદી પટ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા ડેમમાંથી પાણી વહાવવા માટે સમયાંતરે નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. જે માટે ધરોઈ ડેમ તંત્ર દ્વારા જાહેર નોટિસ બહાર પાડી સાબરમતી નદીના પટ પર આવેલા ગામો અને પટ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે ધરોઈ જળાશય યોજના થકી 512 ગામો અને વિવિધ નગરપાલિકા વિસ્તારોને પીવાના પાણી સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ખેતી વિસ્તારને સિંચાઇ પાણી પહોંચાડવામાં આવે છે. આમ ઉત્તર ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ધરોઈ જળાશય યોજના ચાલુ સીઝનમાં પણ જીવાદોરી સમાન સાબિત થશે તો ગામો અને નગરપાલિકાઓમાં પૂરતા પ્રમાણમાં આગામી સીઝન સુધી પીવાના પાણીની જરૂરિયાત પૂરી થઇ શકે છે. Monsoon Gujarat 2022 Update Dharoi Dam Water Level Sabarmati River Water Release Dam in North Gujarat Rain in Rajasthan