- મહેસાણાના ફર્સ્ટ વોટર ખુશી સાથે મતાધિકાર અને મતદાનની દિશાની વાત કરી રહ્યા છે
- ફર્સ્ટ વોટરોને છે મતાધિકાર મળવાની ખુશી
- સામાજીક શૈક્ષણિક અને રાષ્ટ્ર વિકાસના અનેક મુદ્દાઓને ધ્યાને રાખી મતદાન કરવાનું મન
મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જાહેર થઈ ચુકી છે, ત્યારે જિલ્લાના ફર્સ્ટ વોટરો પોતાને મળેલા મતાધિકારનું ગૌરવ લેતા ખુશીઓ ભરી લાગણી અનુભવી રહ્યા છે. આ સાથે જ તે ભારતના નાગરિક તરીકે મતદાર બનતા રાષ્ટ્ર માટે પોતાની એક આગવી જવાબદારી નિભાવવા એક જાગૃત મતદાર બન્યા છે.
ફર્સ્ટ વોટરને છે રાષ્ટ્ર શિક્ષણ અને સામાજિક વિકાસની ચિંતા!
મહેસાણા જિલ્લામાં જ્યારે ETV BHARATની ટીમે ફર્સ્ટ વોટરોના મતમતાંતર મેળવ્યા, ત્યારે પ્રથમવાર મતાધિકાર મેળવતા નવ યુવાનોએ આગામી ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવા સાથે જે ઉમેદવાર રાષ્ટ્ર, શિક્ષણ અને સામાજિક સ્તરે વિકાસ કરવામાં સક્ષમ લાગશે તેને મત આપશે તેવો દ્રઢ વિચાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિઓ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર બને તેવા વિચાર વ્યક્ત કર્યા છે.