મહેસાણાઃ કેનેડામાં મહેસાણાના એક યુવકનું દરિયામાં ડૂબી જતાં મોત ( Mehsana Youth Drown in Canada)નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાના અને છેલ્લા ત્રણ વર્ષથી કેનેડામાં સ્થાઈ થયેલા બે સગા ભાઈ હર્ષિલ બારોટ અને ઝરીન બારોટ નામના બે યુવકો કેનેડામાં આવેલ પેગીઝ કોવ ખાતે ફોટોશૂટ (Peggy Cove Lighthouse photo shoot ) માટે ગયા હતા. એ દરમિયાન લાઈટ હાઉસ નજીક ખડકો પર ઉભા હતા. એ દરમિયાન પગ લપસી જતા નાનો ભાઈ હર્ષિલ બારોટ દરિયામાં ડૂબી ગયો હતો અને મોટો ભાઈ નાના ભાઈને બચાવવા પાછળ કુદયો હતો. નાના ભાઈ હર્ષિલ બારોટનું મોત (Died By Drown in Canada ) નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે.
કેનેડિયન ફાયર અને ઇમરજન્સી ટીમ દોડી આવી - કેનેડામાં રહેતા મહેસાણાના બારોટ પરિવારના બે સગા ભાઈ ફોટોશૂૂટ માટે કેનેડામાં આવેલા પેગીઝ કોવ લાઈટ હાઉસ ખાતે ગયા હતાં. જ્યાં આ સમગ્ર ઘટના બની હતી જેમાં એક ભાઈનું મોત નીપજ્યું હતું અને મોટા ભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં કેનેડિયન ફાયર અને ઇમરજન્સી જોઈન્ટ રેસ્ક્યુ કો ઓર્ડીનેટર સેન્ટર અને કેનેડિયન કોસ્ટ ગાર્ડ (Canadian Coast Guard ) ઘટના સ્થળે આવી મોડી રાત સુધી યુવકોની શોધખોળ કરી હતી. જ્યાં કેટલીક સ્થાનિક બોટની મદદથી અને હવાઈ માર્ગ અને પાણી માર્ગ દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે દરિયા કિનારે નજીકથી એક ઇજાગ્રસ્ત યુવક મળી આવ્યો હતો અને રાત્રે 8.55 કલાકે ફાયર ટીમ દ્વારા તેણે બચાવી લેવામાં આવ્યો હતો. યુવકને ગંભીર ઇજાઓ થતા તેણે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- Death By Drowning In Valsad: વલસાડના કુંડી ગામમાં તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના મોત
મહેસાણાના સ્થાનિક લોકોએ આપી માહિતી-લોકોના જણાવ્યા પ્રમાણે ઘટના પહેલા ઝરીન અને હર્ષિલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મુક્યાં હતાં.સમગ્ર ઘટના બન્યો એ પહેલા મૃતક હર્ષિલ અને તેનો ભાઈ ગાડીમાં સવાર થઈને દરિયા કિનારે જતા વિડીઓમાં જોવા મળી રહ્યા છે અને બંને ભાઈઓ ગાડીમાં સવાર થઈને દરિયાના અને આસપાસના દ્રશ્યો વિડિઓ પોતાના ફોનમાં કેદ કરી રહ્યા છે.
આ પણ વાંચો- Teenagers Drown in lake : લાઠીના દૂધાળામાં ડૂબી જવાથી 5 કિશોરોના મોત, નારણ સરોવરમાં બની ઘટના
માતાપિતા કેનેડા જવા નીકળ્યાં- હર્ષિલ નામનો યુવક દરિયામાં પડતા મોટો ભાઈ તેણે બચાવવા અંદર પડ્યો ત્યાં ઝરીનને પથ્થર હાથમાં આવી જતા તેણે પથ્થર પકડી પડયો હતો અને નાનો ભાઈ દરિયામાં ડૂબી ગયો હતો એટલે બહાર ન નીકળી શક્યો. ઘટનામાં નાનો ભાઈ હર્ષિલ મહેશભાઈ બારોટનું મોત ( Mehsana Youth Drown in Canada) નીપજ્યું છે ત્યારે મોટા ભાઈ ઝરીનને ગંભીર ઇજા થઈ છે બને ભાઈઓ કેનેડામાં વર્ક પરમીટ પર ત્રણેક વર્ષથી રહેતા હતાં. આ ભાઈઓના પિતા હાલમાં મહેસાણામાં જેલ રોડ પાસેની સોસાયટીમાં રહે છે અને ગેસની એજન્સી ચલાવે છે માતાપિતાને ઘટનાની જાણ થતાં જ કાલે કેનેડા જવા નીકળ્યા છે.