ETV Bharat / state

મહેસાણા SPએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘીમાં થતી ભેળસેળનો પર્દાફાશ કર્યો - નકલી ઘી

મહેસાણા જિલ્લામાં આવેલી દૂધ સાગર ડેરીમાં ઘીની ભેળસેળ મામલે ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને તત્કાલીન MD નિશિથ બક્ષી સહિત લેબ ટેક્નિશિયન અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સામેની પોલીસ ફરિયાદ બાદ હવે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

મહેસાણા SP પાર્થરાજસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી ઘીમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

author img

By

Published : Aug 8, 2020, 3:36 PM IST

  • મહેસાણા SPએ ઘીમાં થતા ગોટાળાનો કર્યો પર્દાફાશ
  • ઘીમાં ભેળસેળ ચકાસવા માટેનું મહેસાણાની એક પણ ડેરી પાસે મશીન જ નથી
  • 26 ટકા સુધીની ભેળસેળ સામાન્ય મશીનમાં નથી પકડાતી
  • કેન્દ્ર સરકાર દ્વારા ઘીમાં કેમિકલની ભેળસેળ રોકવા રાજ્યના દૂધ ઉત્પાદક સંઘોને ગેસ ક્રોમેટોગ્રાફી મશીન વસાવવા અપાઈ હતી સૂચના
  • 20 લાખ લીટર દૂધનું ટર્ન ઓવર હોય તો 4 મશીન જરૂરી
  • મહેસાણા ડેરીએ આજદિન સુધી નથી ખરીધ્યું મશીન
  • દૂધસાગર કેસમાં પોલીસ રિમાન્ડની માગણી સમયે કોર્ટમાં આ મશીન મામલે પણ કરવામાં આવી હતી રજૂઆત
  • રાજ્યમાં મોટાભાગના ઘી બનાવતા એકમો પાસે આ મશીન નહીં
  • આ મશીન જ 26 ટકા સુધીની ભેળસેળ અને કેમિકલ પકડી શકે
  • અન્ય મશીનો કેમિકલ ઓળખવામાં અને ભેળસેળ પકડવામાં અસમર્થ

મહેસાણાઃ ડેરીમાં સરકારે અગાઉ કરેલી ટકોર છતાં ઘીની ગુણવત્તા માપવા RM મશીન ઉપયોગ કરાતું હતું. જો કે RM મશીન ઘીમાં થતી કેમિકલયુક્ત ભેળસેળ માપી શકતું નથી. તેથી ડેરીને GC મશીન સબસીડી સાથે ખરીદ કરવા જાણ કરાઈ હતી, છતાં આ GC મશીન ડેરી દ્વાર ખરીદી કરાયું ન હતું. તો પોલીસ દ્વારા ઝડપાયેલા નકલી ઘીના ટેન્કરને ઘીનો નાશ કર્યા સિવાય છોડી દઈ ટ્રાન્સપોટરને ઘી સોંપી દેવાયું હતું, જે ઘી વેચી ટ્રાન્સપોટર ડેરીને વળતર ચૂકવવાનો હતો, તેવી બાબત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે.

મહેસાણા SP પાર્થરાજસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી ઘીમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

જો કે, ડેરીમાં નકલી ઘીના આ કારોબારમાં વાસ્તવિક્તા સામે લાવવા પોલીસે પકડાયેલા આરોપી વાઇસ ચેરમેન અને MDના 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરતા પુરાવા મેળવવાની તજવીજ વધુ તેજ કરી છે, તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી માહિતી લઈ પોલીસ દ્વારા અન્ય ડેરી પ્લાન્ટોમાં પણ ઘીની યોગ્ય ગુણવત્તા માપવા માટે GC મશીન છે કે કેમ તે તપાસ કરવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.