- મહેસાણામાં મકાન માટે પુત્રોએ કરી પિતાની હત્યા
- કાકાને હત્યાની ગંધ આવતા ભેદ ઉકેલાયો
- પોલીસે હાથ ધરી તપાસ
મહેસાણા: જિલ્લામાં આવેલ કડી વુસ્ટાર પહેલે થી જ ગુન્હાખોરીની ઘટનાઓ વધતા પ્રચલિત થયેલો છે. કડીના કણજરી ગામે વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનામાં મકાન માટે બે પુત્રોએ પોતાના પિતાની હત્યા કરી દીધી હતી અને પાછળથી કોરોનાનું ગતકડું પરિવારને જણાવ્યું હતું. પરિવારને શંકા જતા તે બંન્નેની કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ ગુનો કબુલ કર્યો હતો. પરિવારે આ અંગે પોલીસેને જાણ કરી હતી. પોલીસે બંન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મકાન માટે કરી હત્યા
મહેસાણામાં બે પુત્રએ અમદાવાદમાં નવું ઘર લેવું હતું પણ પિતા જૂનું ઘર વેચી કોઈ આર્થિક મદદ કરવા તૈયાર નહોતા. તેથી બંન્ને ભાઈએ પોતાના પિતાની હત્યાનું કાવતરું રચ્યું હતું. પિતા રાત્રે સુતા હતા ત્યારે પિતાના માથે ઊંધું ધારીયું મારી ગળું દબાવી દઈ હત્યા કરી હતી અને મૃતદેહને સેડફા તરફ રડાર વાળા વિસ્તરમાં ખોડેલા ખાડામાં દફનાવી દીઘો હતો. બીજા દિવસે સવારે પરિવારેને પિતાનું મૃત્યું કોરોનામાં મોત થયું હોવોનું ગતકડું રચ્યું હતુું.
આ પણ વાંચો : સુરતમાં ટોરેન્ટ પાવર સ્ટેશનના ધાબા પરથી આધેડનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
હત્યાનો ભેદ ઉકેલાયો
કાકાને પોતાના ભાઈની હત્યા થઈ હોવાની ગંધ આવતા બંન્ને ભત્રીજાઓને કકડાઈથી પૂછ્યું હતું ત્યારે બન્નેએ પોતાના પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે બાવલુ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને ખાડા માંથી બહાર કઢાવી અમદાવાદ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
આરોપી બન્ને પુત્ર સમીર અને સફિર સામે હત્યાનો ગુન્હો નોંધી બન્નેની ધરપકડ કરી છે તો હત્યા મામલે જરૂરી નિવેદનો અને પુરાવા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પહેલવાન સાગરની હત્યા કેસમાં રોહિણી પોલીસે સુશીલ કુમારના 4 સાથીઓની ધરપકડ કરી