મહેસાણા નશાનો સોદાગરો ગુજરાતમાં બેફામ બન્યા છે. અનેક જગ્યાઓ પરથી વેચતા કે લેતા ઝડપાઇ રહ્યા છે. ત્યારે મહેસાણાના કસ્બામાં કુંભાર વાસમાં એસઓજી ટીમએ (Mehsana SOG team) દરોડા પાડ્યા (Mehsana SOG team raids ) હતા. જેમાં 362 ગ્રામ ચરસ (Mehsana SOG team seized 362 grams of hashish) સાથે નશાનો સોદાગર ફેજલ સેતા ઉર્ફે બીડી ઝડપાયો હતો.
મુદ્દામાલ જપ્ત પોલીસે ચરસ, બે વજન કાંટા અને એક મોબાઈલ મળી કુલ 60,300નો મુદ્દામાલ જપ્ત કર્યો. મહેસાણાના કસ્બામાં કુંભાર વાસમાં એસઓજી ટીમના દરોડા 362 ગ્રામ ચરસ સાથે નશાનો સોદાગર ફેજલ સેતા ઉર્ફે બીડી ઝડપાયો છે.
સ્મગલિંગનો કારોબાર મહેસાણા જિલ્લામાં અંદર ખાને ચાલતા સ્મગલિંગના કાળા કારોબાર મામલે મહેસાણા એ ડીવીઝન(Mehsana A Division Police) પોલીસ ઊંઘતી રહી હતી. ત્યાં મહેસાણા એસઓજીની ટીમે (Team of Mehsana SOG) મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાં મજીદવાડી નજીક આવેલ કુંભારવાસમાં રહેતા ફેજલ ઉર્ફે બીડી, બટાકા, ફેસલ રફીકભાઈ સેતાને ત્યાં દરોડા પાડી ઘરમાં તપાસ કરતા કબાટમાં સંતાળેલો 362 ગ્રામ ચરસનો જથ્થો મળી આવવાની હકીકત સામે આવી હતી.
નશાના સોદાગરો જેને પગલે પોલીસે 54,300ની કિંમતનો ચર્સનો જથ્થો, 29 નંગ કોથળી, બે ઇલેક્ટ્રિક વજન કાંટા, અને એક મોબાઈલ ફોન મળી કુલ 60,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી ફેજલ રફીકભાઈ સેતાની અટકાયત કરી. અને ચરસ મોકલનાર સમીર ઉર્ફે મામૂ અયુબભાઈ સેતા કસ્બા શોધખોળ કરતા બન્ને નશાના સોદાગરો સામે મહેસાણા એ.ડીવીઝન (Mehsana A Division Police)પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.