- 6.50 કરોડ પડાવી લીધા બાદ રિફંડ ન મળતા ફરિયાદ નોંધાઇ
- મહેસાણા SOGએ આરોપીને 1.22 લાખના મુદ્દામાલ સાથે દબોચી પાડ્યો
- મહેસાણામાં વિઝામાં નામે કરોડોની ઠગાઈ કરનારો ઝડપયો
મહેસાણાઃ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડીની દરિયાદ અગાઉ નોંધાઈ હતી. જેમાં કેનેડાના વિઝા અપાવવાનું કહી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 6.50 કરોડની છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાઇ હતી. જેને લઇને મહેસાણા SOGને તપાસ સોંપી હતી. જેથી SOGની ટીમે આરોપીઓ સંદીપ કાપડીયા અને અવનિ સંદિપ કાપડિયાને ટેક્નિકલ સર્વેલન્સ તેમજ બીજી અન્ય માહિતી દ્વારા ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઠગાઈ કરનારા આરોપીઓ ITના જાણકાર હોવાના કારણે તે અવાર-નવાર ફોન બંધ કરી દેતાં હતા.
આ પણ વાંચોઃ વડોદરામાં સિંગાપોર-લંડનના વિઝા આપવાના બહાને 9.47 લાખની છેતરપિંડી
મહેસાણા SOGના હાથે ગોવાથી ઢગબાજ ઝડપાયો!
SOGને ચોક્કસ બાતમી અને ખાનગી માહિતી લઇ SOGની ટીમ ગોવા પહોંચી હતી. જ્યાં આરોપી શખ્સ ગોવાની મોઝીમ વિસ્તારની પ્લેઝર રિવરફ્રન્ટ નામની હોટલના રૂમ નંબર 204માં રોકાયો હોવાની માહીતિ મળતાં તાત્કાલિક SOG ટીમે ત્યાં પહોંચી શખ્સની ધરપકડ કરી હતી. ત્યારબાદમાં મહેસાણા લાવી તેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતાં અટકાયત કરવામાં આવી હતી.
6.50 કરોડ પડાવી લીધા બાદ રિફંડ ન કરતા ફરિયાદ નોંધાઇ
મહેસાણા SOG PIની ટીમે ચોક્કસ બાતમી મેળવી મોટી સફળતા હાંસલ કરી હતી. જેમાં અગાઉ ફરીયાદીને છેતરી કેનેડાના વિઝા અપાવવાનું કહી આરોપીઓએ 6,50,00,000ની છેતરપિંડી કરનારા શખ્સની ધરપકડ કરી છે. જેમાં આરોપીઓને આપેલા કાગળો બનાવટી હોવાની જાણ થતાં ફરિયાદીએ પૈસા પરત માગ્યા હતા. જેથી શખ્સે 41,46,428નું બનાવટી રિફંડ કલેમ મોકલી આપ્યા હતા. જેને લઇ ઇસમો સામે ભોગ બનનારે મહેસાણા B ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ તરફ SOGએ સંઘન તપાસ કરીને ગોવા પહોંચીને શખ્સને હોટલમાંથી ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચોઃ અમેરિકાએ H-1B વિઝાના નવા નિયમો કર્યા જાહેર
આરોપી પાસેથી અંગઝડતીમાં 1.22 લાખનો મુદ્દામાલ મળી આવ્યો
ઝડપાયેલા આરોપોની તપાસ કરતાં તેની પાસેથી એક HP કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા 50,000, ફોન નંગ-5, કિંમત રૂપિયા 72,500 મળી કુલ કિંમત રૂપિયા 1,22,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.