ETV Bharat / state

મહેસાણા પોલીસે બે દિવસમાં પ્રોહિબિશનના 86 કેસ નોંધાયા

author img

By

Published : Feb 13, 2021, 9:48 PM IST

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા સહિતની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે પ્રોહિબિશનના કેસમાં મહત્વના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં જિલ્લા પોલીસે બે દિવસમાં 86 કેસ નોંધાયા છે, જેમાંથી 58 દેશીદારૂના કેસ છે.

Mehsana
Mehsana
  • મહેસાણા જિલ્લા પોલીસે બે દિવસમાં 86 પ્રોહિબિશનના કેસ નોંધાયા
  • બે દિવસમાં દેશી દારૂના 58 કેસ નોંધાયા
  • બે દિવસમાં 27 લોકો પીધેલી હાલતમાં પકડાયા

મહેસાણા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યાં આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા સહિતની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે જિલ્લામાં દારૂનું વેચાણ કરતા અને દારૂ પીધેલા શખ્સોને ઝડપી લેવા જિલ્લા પોલીસે ખાસ કામગીરી આરંભી છે. જેમાં ગત બે દિવસમાં મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશનના કેસમાં મહત્વના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં જિલ્લા પોલીસે તારીખ 11 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધીમાં કુલ 86 કેસો નોંધાયા છે. જેમાં 58 દેશીદારૂના કેસ નોંધાયા છે. જ્યારે 27 લોકો બે દિવસમાં પીધેલી હાલતમાં પકડાયા છે. જ્યારે માત્ર એક જ કેસ વિદેશી દારૂનો મળી આવ્યો છે.

મહેસાણામાં બે દિવસમાં પ્રોહિબિશનના 86 કેસ

પોલીસે માત્ર બે દિવસમાં 1,00,780નો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા જિલ્લામાં 23 પોલીસ મથકો આવેલા છે, જેમાં વિવિધ વિસ્તારમાંથી ગત બે દિવસમાં કુલ 86 કેસ દારૂબંધીના મળી આવ્યા છે. પોલીસની કામગીરી દરમિયાન દેશીદારૂ મામલે કરાયેલી કાર્યવાહીમાં રૂપિયા 4860ની કિંમતનો 243 લીટર દારૂ, 15,220ની કિંમતનો 7610 લીટર આથો મળી આવ્યો છે. જ્યારે 69,900ની કિંમતનો 342 બોટલ વિદેશી દારૂની બોટલ્સ અને 10,800ની કિંમતની 72 બિયરની બોટલ્સ મળી કુલ 1,00,780 રૂપિયા કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.