- મહેસાણા જિલ્લામાં ચાર બેઠકો પર પેટા ચૂંટણી મતદાન
- 5મી ઓક્ટોમ્બરે ઉમેદવારોના ભાવિ ખુલશે.
- કુલ 33 મતદાન બુથ પર મતદાન
મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં ખાલી પડેલી સ્થાનિક સ્વરાજની ચાર બેઠકો માટે યોજાયેલ પેટા ચૂંટણીને 55.65 ટકા જેટલું મતદાન થયું છે. તાલુકા પંચાયત બેઠક અને નગરપાલિકા વોર્ડની પેટા ચૂંટણી હતી. જેમાં 29426 પૈકી 15867 જેટલા મતદારોએ મતદાન કર્યું છે, જિલ્લામાં સતલાસણા રાણપુર બેઠક પર સૌથી વધુ 81.60 ટકા મતદાન જ્યારે સૌથી ઓછું વડનગર પાલિકા વોર્ડ નમ્બર 7 પર 35.79 ટકા મતદાન જોવા મળ્યું હતું. ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસણા બેઠક પર મતદાન યોજાયુ નથી.
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની મહેસાણા નગરપાલિકા વોર્ડ 11, વડનગર પાલિકા વોર્ડ 7 અને સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર અને મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ચૂંટણી અયોગના આયોજન મુજબ તમામ ચાર બેઠકો પર રવિવારે સવારે 7 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી કુલ 33 મતદાન બુથ પર મતદાન કરવામાં આવતા કુલ 29,426 પૈકી 15,867 જેટલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરતા કુલ 55.65 ટકા જેટલું નોંધાયું છે.
સ્ત્રીઓ કરતા પુરુષ મતદારો વધુ
મતદાન યાદીમાં પુરુષ મતદારોનું 58.11 ટકા અને સ્ત્રી મતદારોનું 53 ટકા મતદાન નોંધાયું છે.. મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 11 પર 47.57 ટકા, વડનગર નગરપાલિકાની વોર્ડ નંબર 7 પર 35.79 ટકા, સતલાસણા તાલુકા પંચાયત 7-રાણપુર બેઠક પર 81.60 ટકા અને મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક પર 57.64 ટકા મતદાન નોંધાયું હતું. સતલાસણાની રાણપુર બેઠક પર સૌથી વધુ અને વડનગર નગરપાલિકા વોર્ડ નંબર 7 માં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. હાલમાં તમામ મતો ઈવીએમ મશીનમાં સિલ થતા આગામી 5મી ઓક્ટોમ્બરે મતગણત્રીના દિવસે ઉમેદવારોના ભાવિ ખુલશે.
ખેરાલુ તાલુકા પંચાયતની 7 ડાલીસણા બેઠક પર મતદાન નથી યોજાયું
ખેરાલુ તાલુકા પંચાયતની બેઠક નંબર 7 ડાલીસણા બેઠક પર સ્થાનિકોએ પડતર માંગણીઓને પગલે કરેલ ચૂંટણી બહિષ્કારને પગલે ગત ચૂંટણીની જેમ પેટા ચૂંટણીમાં પણ કોઈ મતદાન માટે આયોજન કરવામાં આવ્યું ન હતું.
મહેસાણા જિલ્લામાં ખાલી પડેલી સ્થાનિક સ્વરાજની ચાર બેઠકો માટે યોજાયેલ પેટા ચૂંટણીનું મતદાન થઈ ગયું છે. ત્યારે હવે તમામ મતો ઈવીએમ મશીનમાં સિલ છે. આગામી 5મી ઓક્ટોમ્બરે મતગણત્રીના દિવસ છે. ત્યારે ઉમેદવારોના ભાવિનામ ખુલશે તો હવે જોવુ રહ્યું કોનું પલડું ભારી.
આ પણ વાંચોઃ Gandhinagar Election 2021: મતદાન સમયે બે જૂથો વચ્ચે અથડામણ, ટેન્ટ અને ખુરશીઓ તૂટી
આ પણ વાંચોઃ Gandhinagar Election 2021 માં વૃદ્ધો અને શારીરિક અશક્ત લોકોએ કર્યુ મતદાન, યુવાનો માટે સબક