ETV Bharat / state

મહેસાણા નગરપાલિકાના નગરસેવિકાનું કોરોનાની બીમારીમાં નિધન - bjp news

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ભાજપના નગરસેવકો પૈકી વોર્ડ નંબર-11ના નગરસેવિકા તરીકે સેજલબેન પટેલ ચૂંટાયા હતા. સેજલબેન કોરોના સંક્રમિત થતા તેમનું મૃત્યું થવાથી સમગ્ર પાલિકામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

નગરસેવિકા  સેજલબેન પટેલ
નગરસેવિકા સેજલબેન પટેલ
author img

By

Published : Apr 26, 2021, 10:57 PM IST

  • સસરાએ કોંગ્રેસ છોડી પુત્રવધુને ભાજપના નગરસેવિકા બનાવી
  • સેજલબેન તેમની જેઠાણી અને સાસુ ત્રણેય કોરોના સંક્રમિત હતા
  • સારવાર દરમિયાન નગરસેવિકા સેજલબેનનું થયું નિધન

મહેસાણા: નગરપાલિકામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ભાજપના નગરસેવકો પૈકી વોર્ડ નંબર-11ના નગરસેવિકા તરીકે સેજલબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણી જીતે તો હજુ જાજો સમય વિત્યો નથી અને તેઓ પોતે અને તેમના પરિવારમાં તેમના સાસુ અને જેઠાણી સહિત 3 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં કોરોના સામેની લડતમાં શરીર સાથ ન આપતા સારવાર દરમિયાન નગરસેવિકા સેજલ પટેલનું નિધન થયું છે.

આ પણ વાંચો: કોરોનાએ એક જ પરિવારના બે મોભીના જીવ લીધાં, બંને મૃતક પોલીસકર્મી

સમગ્ર પાલિકામાં શોકની લાગણી

સેજલ પટેલ તેમના સસરા રમેશ ભુરી બાદ તેમના પરિવારમાંથી બીજા ક્રમે નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે તેઓનું આ રીતે દુઃખદ અવસાન થતાં સમગ્ર પાલિકામાં શોકની લાગણી પથરાઈ ગઈ છે.

આ પણ વાંચો: વાપીના મુક્તિધામમાં 15 દિવસમાં 90 કોવિડ મૃતદેહોને અપાયા અગ્નિસંસ્કાર

સસરાએ પાલિકાના રાજકારણમાં કોંગ્રેસથી છેડો ફાડ્યો, તો ભાજપે પુત્રવધૂને આપી હતી ટિકિટ

મહેસાણા નગરપાલિકામાં ગયા ટર્મમાં કોંગ્રેસનું બહુમતી સાથેનું શાસન હતું. જોકે કોંગ્રેસના નગર સેવક રમેશ ભુરી સહિત કેટલાક લોકોએ પોતાના પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. જોકે તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા રમેશ ભુરીને બદલે ભાજપે તેમના પુત્રવધૂને ટિકિટ આપતા તેઓ નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે આજે કોરોના જેવી ગંભીર બીમારીમાં રમેશ ભુરીના પુત્રવધુ સેજલ પટેલનું નિધન થતા ભાજપે પોતાના એક નગરસેવક ગુમાવ્યા છે, ત્યારે આજે કોંગ્રેસ-ભાજપ સહિતના તમામ સભ્યો શોકમાં મૂકાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.