ETV Bharat / state

મહેસાણા કોરોના અપડેટ - એક જ દિવસમાં 38થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત, 481 પોઝિટિવ કેસ નોંધાયા - મહેસાણા સમાચાર

મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં 38થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા હતા. રવિવારના રોજ મહેસાણા જિલ્લામાં 481 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં આવેલા 3 સ્મશાનમાં કુલ 60 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા હતા. 38 કોરોનાગ્રસ્ત અને 22 સામાન્ય મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા. રવિવારના રોજ મહેસાણા જિલ્લામાં 147 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.

Mehsana Corona Update
Mehsana Corona Update
author img

By

Published : Apr 25, 2021, 10:47 PM IST

  • મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં 38થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત
  • મહેસાણા જિલ્લામાં 481 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • જિલ્લામાં રવિવારના રોજ 3 સ્મશાનમાં કુલ 60 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા
  • 38 કોરોનાગ્રસ્ત અને 22 સામાન્ય મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા

મહેસાણા : જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યાંરે જિલ્લામાં રવિવારના રોજ વધુ 481 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 219 પોઝિટિવ કેસ શહેરી અને 262 કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે, તો રવિવારના રોજ કુલ 147 દર્દીઓ કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરાયા છે, આમ હવે દિવસે મહેસાણા જિલ્લામાં કુલ 4,925 કેસ એક્ટિવ જોવા મળ્યા છે, તો આજે માત્ર 797 જેટલા નવા સેમ્પલ લેવામાં આવ્યા છે.

Mehsana Corona Update
એક જ દિવસમાં 38થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત

આ પણ વાંચો - મહેસાણાની સાંઇ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં આવતા લોકો સાથે સત્તાધિશોનું ગેરવર્તન

3 સ્મશાન ગૃહો પરથી માહિતી મેળવતા જિલ્લામાં કુલ 60 લોકોના અંતિમ સંસ્કાર કરાયા

મહેસાણા જિલ્લામાં કોરોના કહેર વચ્ચે આજે જ્યારે જનજીવન અસ્તવ્યત બન્યું છે, ત્યાંરે કોરોનામાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે, મહત્વનું છે કે, સતત તંત્ર પાસે માહિતી માંગવા છતાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત અંગે ઢાંકપીછોળો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ETV BHARATની ટીમ દ્વારા જકલાના મહેસાણા શહેરના બે અને વિસનગરનું એક મળી કુલ 3 સ્મશાન ગૃહો પરથી માહિતી મેળવતા જિલ્લામાં કુલ 60 લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે. જેમાં 38 જેટલા મૃતદેહો કોરોનાગ્રસ્ત દર્દીઓના અને 22 મૃતદેહો સામાન્ય હતા, જેમને સ્મશાન ગૃહ ખાતે નોંધ કરાવી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ જોતા હાલમાં મહેસાણા જિલ્લામાં કોરોનાને લઈ વણસેલી પરિસ્થિતિનો ચિતાર મળી રહ્યો છે, ત્યારે જિલ્લામાં કોરોનાને લઈ વણસતી જતી પરિસ્થિતિ કાબૂમાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.

આ પણ વાંચો - મહેસાણામાં NDRFનો જવાન કોરોનાગ્રસ્ત પિતાને રિક્ષામાં લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.