ETV Bharat / state

લોકડાઉનનું પાલન કરાવવા મહેસાણા તંત્ર ખડેપગે - લોકડાઉન ગુજરાતમાં

મહેસાણા જિલ્લામાં પણ કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને રાખી તંત્ર ખડે પગે છે. સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાતા હવે માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ અને આરોગ્યલક્ષી સેવાઓ સિવાય તમામ ક્ષેત્રો બંધ કરાયા છે.

mehsana
mehsana
author img

By

Published : Mar 25, 2020, 11:01 AM IST

મહેસાણાઃ જિલ્લામાં પણ કોરોના વાઈરસની સંક્રમણને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ અને આરોગ્યલક્ષી સેવાઓ સિવાય તમામ ક્ષેત્રો બંધ કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ઉદ્દેશના પાલન અને લોકસુરક્ષા માટે સ્થાનિક તંત્રએ કમર કસી છે.

આજે સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે જનતાનું સમર્થન મહત્વનું બન્યું છે. જરૂરી કામ સિવાય લોકો બહાર ન નીકળે અને ઘરે રહે તે માટે પોલીસ તંત્ર અને નગરપાલિકા ટીમો જાહેરમાં વોચ ગોઠવી ફરજ બજાવી રહી છે.

તંત્રની લોકોને અપીલ છે કે, કામ સિવાય બહાર ન નીકળે છતાં કેટલાક લોકો બિન જરૂરી બહાર નીકળતા પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો પાલિકા ટીમ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા કે થૂંકતા લોકો સામે પણ દંડ વસુલવામાં આવી રહ્યો છે.

લોકડાઉનને ધ્યાનમાં રાખી મહેસાણા તંત્ર થયું ખડેપગે

મહત્વનું છે કે, આજે કોરોના વાઈરસથી સુરક્ષા માટે જરૂરી માસ્ક અને સેનેટાઇઝર વડાપ્રધાન જન ઔષધ કેન્દ્રોમાં સરકારના નિર્ધારિત ભાવથી વેચવામાં આવી રહ્યા છે. આ સાથે પાલિકા ચીફ ઓફિસરને જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા કર્ફ્યૂમાં પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે બેન્ક, કરિયાણા અને દૂધની દુકાન સહિતની સેવાઓ ચાલુ રાખવામાં આવશે. એટલે કોઈએ ચીજ વસ્તુઓ લેવા ટોળામાં જવું નહિ અને ભીડભાળ કરવી પડશે નહીં. સાથે જ તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થશે. ત્યારે બિનજરૂરી ચીજ વસ્તુઓ સંગ્રહ કરી રાખી કુત્રિમ તંગીનો ઉદ્ભવ ન કરવા જણાવ્યું હતું.

સરકારના આદેશ છતાં વિસનગર સિવિલ હોસ્પિટલ અને BHO કચેરી ખાતે કોઈ જ તકેદારી જોવા મળતી નથી. જ્યાં આવતા લોકોને સેનેટાઇઝરથી હેન્ડ વોશ નથી કરાવતા, તો માસ્કનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. આમ તંત્રના આરોગ્ય વિભાગના જ લોકો કોરોનાની ગંભીરતાને નથી સમજી રહ્યા ત્યારે સામાન્ય પ્રજાનું શુ થશે તે તો વિચારવું જ રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.