- મહેસાણા ભાજપ અધ્યક્ષનો પદભાર નવા પ્રમુખના શિરે
- નાયબ મુખ્યપ્રધાનની હાજરીમાં વિધિવત રીતે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરાઈ
- વિસનગરના જશુ પટેલે જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો
મહેસાણાઃ જિલ્લો રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે, ત્યારે જિલ્લાના મજબૂત સંઘઠન તરીકે ઉભરી આવેલા ભારતીય જનતા પક્ષના જિલ્લા સંઘઠનમાં હોદેદારોની નવીન રચના કરવામાં આવી છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે નીતિન પટેલને હટાવી હવે નવા પ્રમુખ તરીકે વિસનગર તાલુકાના ઉમતા ગામના જશુ પટેલને અધ્યક્ષ સ્થાન સોંપવામાં આવ્યું છે.
પદગ્રહણ સમારોહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાજરી આપી
નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષના પદગ્રહણ સમારોહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાજરી આપી હતી. પૂર્વ પ્રમુખના હાથે નવનિયુક્ત પ્રમુખને કાર્યભાર અને જવાબદારી વિધિવત રીતે સોંપી પોતે સાક્ષી બન્યા છે.
જિલ્લા અધ્યક્ષને નાયબ મુખ્યપ્રધાને શુભેચ્છા પાઠવી
આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નવનિયુક્ત પ્રમુખ માટે પાર્ટી, રાષ્ટ્ર અને સમાજની સેવા અને હિતકાર્યની અપેક્ષા રાખતા શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ દેશની એક માત્ર શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું છે.