- જીરા અને મસાલાના ખરીદ-વેચાણ માટે ઊંઝા એશિયાનું પ્રથમ માર્કેટિંગ યાર્ડ
- ઊંઝામાં વેપારીઓનું સૌથી મોટું ટર્નઓવર
- મહેસાણા અને ઊંઝા APMC માર્ચ એન્ડિંગને લઈ 8 દિવસ માટે બંધ
મહેસાણા : ઊંઝાએ એશિયાની સૌથી મોટી APMC છે. જ્યાં વેપારીઓનું કરોડોમાં ટર્નઓવર રહેલું છે. ત્યારે નાણાંકીય વર્ષ 2020-21ના અંતમાં તમામ વેપારીઓ પોતાની પેઠીમાં વાર્ષિક હિસાબ કિતાબ ક્લિયર કરતા હોય છે.
આ પણ વાંચો : ઊંઝા APMC 25 માર્ચથી 8 દિવસ બંધ રહેશે
25 માર્ચથી 2 એપ્રિલ સુધી બંન્ને માર્કેટયાર્ડમાં કામગીરી બંધ રહેશે
નવા નાણાકીય વર્ષને સારી રીતે જોઈ શકાય અને વેપાર સમયે હિસાબોની વધારે અડચણ ન આવે માટે મહેસાણા અને ઊંઝાના વેપારીઓને APMC મંડળને કરેલી રજૂઆતને પગલે આજે 25 માર્ચથી 2 એપ્રિલ સુધી 8 દિવસ બંન્ને માર્કેટયાર્ડમાં વેપાર અને હરાજી સહિતની કામગીરી બંધ રહેશે. જ્યાં માત્ર વેપારીઓ હિસાબી કામ કાજ આગળ વધારશે.
આ પણ વાંચો : ગીર સોમનાથ એપીએમસીમાં ચણાની ઓછી ખરીદીથી ખેડૂતોને અસંતોષ