ETV Bharat / state

કડીમાં કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનેલું મેઘના કોવિડ સેન્ટર ષડ્યંત્રથી કરાયું બંધ

કડીમાં દર્દીઓને રીફર કરી મેઘના કોવિડ કેર સેન્ટર બંધ કરાવાયું છે. તંત્ર દ્વારા નોટિસ પાઠવી દર્દીઓને અન્ય જગ્યાએ રીફર કરવામાં આવ્યા હતા. કડીમાં અન્ય હોસ્પિટલોને ફાયદો કરાવવા રાજકારણ રચી નિઃશુલ્ક સેવા બંધ કરાઈ હોવાનો શૂર ઉઠ્યો હતો.

author img

By

Published : Apr 30, 2021, 12:05 PM IST

જિલ્લામાં ચાલતા કોવિડ સેન્ટરો મામલે રાજકારણ આવ્યું સામે

  • જિલ્લામાં ચાલતા કોવિડ સેન્ટરો મામલે રાજકારણ આવ્યું સામે
  • કડીમાં ચાલતું મેઘના કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યું
  • રીફર કરાયેલ 10 જેટલા દર્દીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ
  • કોવિડ સેન્ટર બંધ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તયો
  • 37 દર્દીઓ પૈકી 27 દર્દીઓ છેલ્લે ઓક્સિજન પર સારવાર હેઠળ હતા

મહેસાણા: જિલ્લામાં કોરોના જેવી મહામારી સમયે તંત્રની સાથે-સાથે સામાજિક સંસ્થાઓ અને સેવા ભાવિ લોકો માનવ જીંદગી બચાવવા કામે લાગ્યા હતા. જોકે તાજેતરમાં હવે માનવતા નેવે મૂકાઈ રહી હોય તેમ કડીમાં કાર્યરત નિઃશુલ્ક સેવા આપતું મેઘના કોવિડ કેર સેન્ટર સરકાર દ્વારા નોટિસ આપી ઓક્સિજનના અભાવના બહાના તળે બંધ કરાવી દેવામાં આવ્યું છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ ઉઠ્યો છે.

મેઘના કોવિડ સેન્ટર ષડ્યંત્રથી કરાયું બંધ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર આખરે શરૂ

કોવિડ કેર સેન્ટર બંધ કરાવતા દર્દીઓને હાલત કફોડી બની

કડીમાં કોરોના વાઇરસની બીજી લહેર વચ્ચે છાત્રાલયમાં મેઘના કોવિડ કેર સનેટર શરૂ કરાયું હતું. જ્યાં 75 બેડની પરમિશન સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરાઇ હતી. જોકે પરિસ્થિતિ વિકટ બનતા માનવતાનો ધર્મ અપનાવી આ સેન્ટર પર નિયત સંખ્યા કરત પણ વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી. જેમાં કેટલાક દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત હોવાથી સામાજિક સંસ્થા અને સેવાભાવી લોકોના સહયોગથી ઓક્સિજન લાવી દર્દીઓને યોગ્ય સારવાર મળતા મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થતા પોતાના ઘરે પરત ફર્યા હતા. જોકે કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેઓ ઓક્સિજન અને સારવાર આધારે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા આ કોવિડ સેન્ટર બંધ કરી દેવામાં આવતા સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત કફોડી બની છે.

સરકાર કરતા વધુ સારી સારવાર ખાનગી સંસ્થાના સહયોગથી મળતી હોવાથી તંત્રને ન ખપ્યું હોવાનો શૂર..!

કડીમાં સરકારી કરતા સંસ્થા દ્વારા મેઘના કોવિડ કેર સેન્ટરે ઓક્સિજન અને સારવારની સારી સેવા આપવામાં આવતી હોવાથી લોકો માટે મેઘના કોવિડ સેન્ટર આશાનું કિરણ બન્યું હતું. જ્યાં દાતાઓના સહયોગથી ગરીબ અને મધ્યમ વર્ગના અનેક દર્દીઓ નિઃશુલ્ક સારવાર લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. આ કોવિડ સેન્ટરથી કડીની અન્ય ખાનગી હોસ્પિટલોના પેટમાં તેલ રેડાતું હોય તેમ તેને રાજકીય રમત સાથે કડીમાં ચાલતું આ નિઃશુલ્ક કોવિડ સેન્ટર તંત્રના માધ્યમથી ઓક્સિજનના અભાવના કારણ હેઠળ બંધ કરાવ્યું છે. જેને લઈ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

તંત્રએ દર્દીઓનો રઝળતા કર્યા હોવાનો આક્ષેપ સાથે રીફર કરાયેલા 10 દર્દીઓના મોતનો આક્ષેપ

મેઘના કોવિડ કેર સેન્ટર પર કામ કરતા બળવંત પટેલે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં સરકારે મંજૂરી આપતા સંસ્થા અને સેવાભાવી લોકોના સહયોગથી ખૂબ સારી રીતે કોવિડ સેન્ટર ચાલતું હતું, પરંતુ કડીની અન્ય હોસ્પિટલનું ખરાબ દેખાતું હોવાથી અમારું આ કોવિડ સેન્ટર બંધ કરાવવામાં આવ્યું છે. જેને લઈ દર્દીઓને અન્ય જગ્યાએ રીફર કર્યા છે અને તે બાદ 10 જેટલા દર્દીઓનું મોત થયાના પણ અહેવાલ મળી રહ્યા છે ત્યારે સ્થાનિકોમાં ઘણો રોષ વ્યાપ્યો છે.

આ પણ વાંચો: કુતિયાણામાં ધારાસભ્યએ 10 બેડનું કોવિડ કેર સેન્ટર કરાવ્યું શરૂ

કડી સરકારી હોસ્પિટલના RMOએ ઓક્સિજનના અભાવે બંધ કર્યાની વાત રજૂ કરી દર્દીઓના મોતની વાતને નકારી

કડી સરકારી હોસ્પિટલના RMO વિનોદભાઈએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં મેઘના કોવિડ સેન્ટર ઓક્સિજનના અભાવે બંધ કરાયું છે. જ્યાં નિયત દર્દીઓની સંખ્યા કરતા સંસ્થાના લોકો પોતાના ઓળખીતાઓ માટે સગવડ કરાવી વધુ દર્દીઓને એડમિટ કરાવતા હતા. જેથી ઓક્સિજનનું આયોજન કરવું મુશ્કેલ હતું, માટે ધીમે-ધીમે દર્દીઓ સજા થતા ગયા તેમ રજા અપાઈ અને સારવાર હેઠળ હતા તેઓને અન્ય હોસ્પિટલોમાં રીફર કરાયા છે અને રીફર બાદ તેમના કોઈ દર્દીઓનું મોત થયું નથી કે તેવી કોઈ માહિતી તેમની પાસે છે નથી તેવું જણાવ્યું હતું.

કોવિડ કેર સેન્ટર બંધ કરાવવાની ફરજ તે એક મોટો સવાલ

હાલમાં મહામારી સમયે કોઈ સંસ્થા કે વ્યક્તિ પોતે સહયોગ કરી સેવા પૂરી પાડે અને નિઃશુલ્ક દર્દીઓને સારવાર મળે તો તંત્ર શા માટે આવા કોવિડ સેન્ટર બંધ કરવા જોઈએ તે એક મોટો સવાલ છે, સાથે જ મેઘના કોવિડ સેન્ટર બંધ કરવા પાછળ તંત્ર જે ઓક્સિજનની અછતનું કારણ ધરી રહ્યું છે તે ઓક્સિજન તો મેઘના કોવિડ કેર સેન્ટર પર સહયોગ કરતી સંસ્થા અને સેવાભાવી લોકો પૂરો પાડતા હતા તો તંત્રને શા માટે ઓક્સિજનની અછતનું કારણ આપી આ કોવિડ કેર સેન્ટર બંધ કરાવવાની ફરજ તે એક મોટો સવાલ છે..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.