મહેસાણાઃ વડનગર મેડિકલ કોલેજના એક 21 વર્ષીય ધર્મેશ નામના અને મૂળ રાજુલાના રહેવાસી વિદ્યાર્થીએ કોલેજની બોયઝ હોસ્ટેલમાં આંઠમાં માળેથી નીચે પડતું મૂકી (Vadnagar Medical College student commits suicide )દેતા ગંભીર ઇજાઓ સર્જાઈ હતી. જેની જાણ થતા તાત્કાલિક અસરથી તેને મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી સારવાર આપવામાં આવી રહી હતી. જોકે સારવાર દરમિયાન જ વિદ્યાર્થીએ દમ તોડતા મોત નિપજ્યું હતું.
શરીર પર બ્લેડના ઘા
મેડિકલ હોસ્ટેલમાં બનેલી ઘટના (Vadnagar Medical College student commits suicide )મામલે કોલેજ સત્તાધીશો અને વડનગર પોલીસને ( Vadnagar Police ) જાણ કરવામાં આવતા પોલીસ અને કોલેજ અધિકારીઓએ તપાસ કરતા મૃતક યુવકના શરીર પર બ્લેડ મારી ઇજાઓ કરાયેલા ઘા મળી આવ્યા હતાં. તેને જે જગ્યાએ આત્મહત્યા કરી તે સ્થળ અને તેના રૂમમાં તપાસ કરતા સુસાઇડ નોટ કે અન્ય કોઈ પુરાવા મળી આવ્યા ન હતાં. ત્યારે આ વિદ્યાર્થીએ કેમ આત્મહત્યા કરી છે તે કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે.
આ પણ વાંચોઃ Suicide In Ahmedabad: સ્વરૂપવાન મંગેતરના ત્રાસથી વેપારી પુત્રએ કરી આત્મહત્યા, યુવતી કરતી હતી અવનવી ડિમાન્ડ
પોલીસને મામલો લાગ્યો શંકાસ્પદ
વડનગર મેડિકલ કોલેજના ડીન (Dean of Vadnagar Medical College)દ્વારા સમગ્ર બનાવ મામલે (Vadnagar Medical College student commits suicide )મૃતક વિદ્યાર્થીના પરિવારને જાણ કરી રૂબરૂ બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસ આ વિદ્યાર્થીના મોત પાછળ શંકા જતાવતા સંબંધિત જણાતાં માણસોના નિવેદન લઈ યોગ્ય પુરાવા એકત્ર કરવા કામે લાગી છે. ત્યારે વિદ્યાર્થીની હોટેલના આંઠમાં માળેથી છલાંગ બાદ સારવાર દરમિયાન મોત અંગે યોગ્ય પોલીસ તપાસ બાદ જ સત્યતા બહાર આવી શકે તેમ છે.
આ પણ વાંચોઃ Suicide Case in Tapi: નિઝરના ગેસ્ટ હાઉસમાં એક શખ્સે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું