ખેરાલુની આ ચૂંટણી માટે ખેરાલુ સાયન્સ કોલેજ ખાતે રિસીવિંગ-ડિસપોવિંગ સેન્ટર ખુલ્લું મુકાયું છે. આ સેન્ટર પરથી ચૂંટણીમાં રોકાયેલ ઝોનલ અધિકારીઓને મતદાન માટેની મશીનરી વિતરણ કરવામાં આવી છે. ખેરાલુના ચૂંટણી અધિકારી અને ઓબસર્વરની ઉપસ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ બેઠક પર કુલ 279 બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત 2000 જેટલા સરકારી કર્મચારીઓ પણ ફરજ પર હાજર રહેશે.
આવતી કાલે સવારના 8.00થી 6.00 કલાક સુધી મતદાન
આપને જણાવી દઈએ કે, આવતી કાલે સવારે 6.00 વાગ્યે અહીં મોક પોલ યોજાશે. મોકપોલ બાદ સવારે 8.00 થી સાંજના 6.00 કલાક સુધી મતદાન કરી શકાશે. આ બેઠક પર કુલ 209640 મતદારો છે.
મતદાનના દિવસે ખાસ સુરક્ષા વ્યવસ્થા
600થી પણ વધુ પોલીસ કર્મી તૈનાત કરાયા છે. CISFની 2 ટુકડી , BSFની 1 ટૂકડી , 3 PI , 4 PSI, 400 પોલીસકર્મી અને 100 હોમગાર્ડ મતદાન બંદોબસ્તમાં જોડાયા છે.