- મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે પાલિકા તંત્ર અને વેપારીઓની બેઠક મળી
- પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ, સરકારી તંત્ર બેઠકમાં રહ્યા હાજર
- શહેરમાં ભરાતું ગુજરી બજાર રવિવારના રોજ બંધ રહેશે
- 30 એપ્રિલ સુધી 6 વાગ્યા સુધી જ બજારો ચાલુ રહેશે
મહેસાણા: જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ફરી એક વાર વધવા લાગ્યું છે, ત્યારે શહેરીજનોના હિત માટે મહેસાણા નગરપાલિકા તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે શહેરી વિસ્તારમાં આવેલી બજારોમાંથી વેપારી અગ્રણીઓ સાથે મહેસાણા ટાઉન હોલમાં ગાઈડલાઈનનું પાલન સાથે બેઠક બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો : અરવલ્લીના સરડોઇમાં કોરોનાનો ફેલાવો અટકાવવા બે દિવસ સ્વયંભૂ બજારો રાખ્યા બંધ
વેપારીઓ એસોસિએશન ભેગા સ્વૈસ્વછિક લેવાયો નિર્ણય
શહેરમાં પાલિકા તંત્રના અધિકરીઓ અને પદાધિકારીઓએ વેપારીઓ સાથે બેઠક યોજી હતી. કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા જરૂરી સૂચનો અને આયોજન બાબતે ચર્ચા વિચારણા કરીને આગામી 30 એપ્રિલ સુધી મહેસાણા શહેરમાં રવિવારના દિવસે ભરાતી ગુજરી બજાર બંધ રાખવા અને સાંજે 6 વાગે તમામ બજારો બંધ કરવા અને શનિવાર રવિવાર સંપૂર્ણ પણે બજારો બંધ રાખવા વેપારીઓએ સ્વૈચ્છિક નિર્ણય કરી તંત્રને સહયોગ પૂરો પાડ્યો છે.