મહેસાણા : સતલાસણા તરફના જંગલ વિસ્તારમાં રીક્ષા પાસે 3 લોકો મૃત પડ્યા હોવાની માહિતી મળતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
જેમાંથી મહિલા જીવિત હાલતમાં જણાતા 108માં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળક અને પુરુષની તપાસ કરતા બન્ને મૃત હાલતમાં મળી આવ્યા હતા. તો મહિલાએ પણ હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં દમ તોડી દીધો હતો.
આ અંગે સતલાસણા પોલીસ દ્વારા તપાસ કરતા મૃતક પુરુષ 23 વર્ષીય ધવલ રાવળ અને મહિલા જાગૃતિ રાવળ સાથે તેનો 3 વર્ષનો દીકરો ધ્રુવ હોવાની માહિતી સામે આવી હતી. પોલોસે સ્થળ પંચનામું કરી મૃત્યુનું કારણ જાણવા ત્રણેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તો પોલીસ દ્રારા ઘટના। સ્થળે તપાસ કરતા એક ફોસ્ફેટ પ્રકારના ઝેરી પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું.
આ બનાવમાં પરણીત મૃતક મહિલા અને તેની સાથે મોતને ભેટનાર પરપુરુષ બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકાઓ સેવાઓ રહી છે.