રદ થયેલા બંને ફોર્મ કોંગ્રેસ અને ભાજપ તરફથી ડમી ફોર્મ તરીકે ભરવામાં આવ્યા હતા. ત્યારે હવે સ્પષ્ટ થયું છે કે, ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોર, ભાજપમાંથી અજમલજી ઠાકોર ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે. જે બંને મહત્વના રાજકીય પક્ષો વચ્ચે ટક્કર રહેશે.
![kheralu election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-02-kheralu-unedcar-final-list-pic-7205245_03102019161450_0310f_1570099490_434.jpg)
જ્યારે NCPમાંથી પથુજી ઠાકોર ઘડિયાળના નિશાન સાથે અને અપક્ષમાંથી એક માત્ર મહિલા ઉમેદવાર જરીનાબેન ઠાકોર આ બેઠક પર કપ અને રકાબીના નિશાન સાથે ચૂંટણી લડશે.
મહત્વનું છે કે, ખેરાલુ વિધાનસભા બેઠકની આ વખતની પેટા ચૂંટણીમાં ચાર ઠાકોર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. ત્યારે હવે ઠાકોર સમાજનો ગઢ ગણાતા ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાં સમાજની લાગણી સાથે અન્ય મતદારો પણ કોના તરફ ઝુકાવ કરે છે, એ તો આગામી ચૂંટણી પરિણામથી સ્પષ્ટ થશે.