મહેસાણા: જિલ્લામાં લોકડાઉનને પગલે વેપાર રોજગાર બંધ છે. ત્યારે આ સ્થિતિમાં કડી નગરપાલિકા દ્વારા શહેરની તમામ 50 જેટલી ફરસાણ મીઠાઈની દુકાનો ખોલાવીને 4 લાખની કિંમતનો 1800 કિલો મીઠાઈનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.


લોકડાઉનમાં છેલ્લા એક માસથી બંધ રહેલી 50 જેટલી મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી હતી જે દુકાનોમાં લાંબા સમયથી પડી રહેલા ખાદ્ય સામગ્રી વાસી થઈ ગઇ હોવાનું જણાતા ચીફ ઓફિરસના આદેશથી લગભગ 4 લાખની કિંમતની મીઠાઈનો 1800 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.