ETV Bharat / state

કડી પોલીસ દ્વારા 4 આરોપીઓની 4.89 લાખના મુદ્દામાલ સાથે કારાઇ ધરપકડ

author img

By

Published : May 14, 2021, 12:59 PM IST

મહેસાણામાં રાત્રી કરફર્યૂ હોવા છતાં ચોરીના બનાવ બની રહ્યા છે, ત્યારે કડીમાં પોલીસ સ્ટેશન નજીક મોબાઈલ શોપમાં ચોરીનો મામલો સામે આવ્યા હતો. જેમાં બે બાળકિશોરો અને 2 યુવકો સહિત 4 શખ્સની મોબાઈલ ફોન સહિત 4.89 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઇ હતી.

કડી પોલીસ દ્વારા 4 આરોપીઓની 4.89 લાખના મુદ્દામાલ સાથે કારાઇ ધરપકડ
કડી પોલીસ દ્વારા 4 આરોપીઓની 4.89 લાખના મુદ્દામાલ સાથે કારાઇ ધરપકડ
  • કડીમાં પોલીસ સ્ટેશન નજીક મોબાઈલ શોપમાં ચોરીનો મામલો
  • ઘટનાના ગણતરીના દિવસોમાં આરોપીઓ ઝડપાયા
  • બે બાળકિશોરો અને બે યુવકો મળી કુલ 4 શખ્સ ઝડપાયા
  • કડી પોલીસે 9 લાખ પૈકી 4.87 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
  • આરોપીઓએ જુદી જુદી જગ્યાએ સંતાળ્યો હતો ચોરીનો મુદ્દામાલ

મહેસાણાઃ જિલ્લાના કડીમાં એક તરફ પોલીસ જ્યાં રાત્રી કરફર્યૂના ચુસ્ત પાલનની વાતો કરી રહી હતી, ત્યાં બીજી તરફ પોલીસ સ્ટેશન નજીકમાં આવેલા એક મોબાઈલ શોપના નવા મોબાઈલ ફોન અને એસસરીજ સહિત 9 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવી હતી. જોકે ચોરીની ઘટનાના 4 જ દિવસમાં કડી પોલીસ અને મહેસાણા LCB-SOGની ટીમે મળી બનાવનો ભેદ ઉકેલ્યો હતો. બે બાળકિશોરો અને 2 યુવકો સહિત 4 શખ્સની મોબાઈલ ફોન સહિત 4.89 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઇ હતી.

આપણ વાંચોઃ સિદ્ધપુરમાં GIDCમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો

કડીમાં ચોરીના બનાવમાં 4.89 લાખનો જ મુદ્દામાલ રિકવર થયો

કડીમાં મોબાઈલ શોપમાં ચોરીની ઘટનાએ કડી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કાર્ય હતા, ત્યાં પોલીસે માત્ર 4 જ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી 4 શખ્સને ઝડપી પાડ્યા હતા. જોકે આ બનાવમાં 9 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી થયેલો હોવા છતાં પોલીસને માત્ર 4.89 લાખની કિંમતનો જ મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે, ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર જે મુદ્દામાલ રિકવર કરાયો છે. તે આરોપીઓએ જુદી -જુદી જગ્યાએ સંતાળ્યો હતો. તો બાકીનો મુદ્દામાલ પણ શોધવાની કામગીરી ચાલી રહી છે.

આપણ વાંચોઃ દ્વારકા પોલીસે પ્રખ્યાત ગેંગના ઘરફોડ ચોરી કરનારા 3 શખ્સોની કરી ધરપકડ

કરફર્યૂમાં ગુનાહિત કૃત્ય આચર્યું

કડીમાં મોબાઈલ ચોરી મામલે ઝડપાયેલા આરોપીઓમાં બે બાળકિશોર છે. તો કડીનો અનિલ ઠાકોર અને બલાસર ગામનો સંજય રાવળ નામના 2 યુવકો છે. જેઓએ પોલીસ તપાસમાં પોતાના મોજશોખ પૂરા કરવા મોબાઈલ શોપમાં ચોરીને અંજામ આપ્યું હોવાની કબૂલાત કરી હતી. તો હાલમાં કોરોના મહામારી સમયે કડીમાં સરકારે રાત્રીના સમયે જાહેર કરેલા ભર કરફર્યૂ વચ્ચે આ આરોપીઓએ પહેલી વાર સાહસ કરી 9 લાખથી વધુના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યુ છે, ત્યારે ઝડપાયેલા આરોપીઓને કડી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.