ETV Bharat / state

મહેસાણામાં ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષણ વિભાગનો પ્રેરણાત્મક પ્રયાસ, ઘરે ઘરે પહોંચાડ્યા TV

શિક્ષણ એ ભાવિ રાષ્ટ્ર અને વ્યક્તિત્વનું ઘડતર છે. ત્યારે હાલમાં કોરોના મહામારી સમયે એક તરફ જ્યાં શાળાઓ બંધ રહી છે ત્યાં મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણનો પ્રવાહ અવિરત રાખવા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.

sa
sa
author img

By

Published : Dec 10, 2020, 5:15 PM IST

  • મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગની પ્રેરણાત્મક કામગીરી
  • શાળાઓ બંધ છે પણ શિક્ષણ બંધ નથી, ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષણ વિભાગના પ્રેરણાત્મક પ્રયાસ
  • ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણનો અભિગમ
  • દાતાઓએ ટીવી દાન આપ્યા તો કોઈક શિક્ષકે DTH કનેક્શન આપ્યા
  • વિસનગર તાલુકામાં કુલ 32 જેટલા TV શિક્ષણ માટે દાન મળ્યા

    મહેસાણાઃ શિક્ષણ એ ભાવિ રાષ્ટ્ર અને વ્યક્તિત્વનું ઘડતર છે. ત્યારે હાલમાં કોરોના મહામારી સમયે એક તરફ જ્યાં શાળાઓ બંધ રહી છે ત્યાં મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણનો પ્રવાહ અવિરત રાખવા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.

    મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગની પ્રેરણાત્મક કામગીરી

    કોરોના મહામારી સમયે લોકડાઉનથી બંધ થયેલી શાળાઓ આજે 10 મહિના જેટલો સમય વીતી જવા છતાં શરૂ થઈ નથી. ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક વિદ્યાર્થીઓ માટે મિશન ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે.
    મહેસાણામાં ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષણ વિભાગનો પ્રેરણાત્મક પ્રયાસ

    દાતાઓએ ટીવી દાન આપ્યા તો કોઈક શિક્ષકે DTH કનેક્શન આપ્યા

    જેમાં દરેક શિક્ષક પોતાના પ્રયત્નથી દાતાઓનો સહયોગ મેળવી TV અને ડિસ કનેક્શનની સુવિધા ઉભી કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે શૈક્ષણિક નગરી કહેવાતા વિસનગર તાલુકાથી દાતાઓનો સહયોગ મળતા એક બે TV થી શરૂ થયેલા દાનની શૃંખલા આજે 32 એ પહોંચી છે. જેમાં કાંસા BRC ભવન ખાતેથી અધિકારી પુલકિત જોશીના અધ્યક્ષ સ્થાને દાતાઓએ 15 જેટલા TV વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાનમાં આપ્યા છે. મહત્વનું છે કે જ્યારે વિદ્યાર્થીનું જીવન શિક્ષણ વિના અધૂરું છે. ત્યારે આ બાબતની ચિંતા કરતા વડનગર તાલુકાના શિક્ષક દંપતીએ પણ TVમાં જરૂરી પ્રસારણ માટે DTH ડિસો દાનમાં આપી અન્ય શિક્ષકો અને દાતાઓને પણ પ્રેરણા પુરી પાડી છે. આમ, આજે મહેસાણા જિલ્લામાં આવેલા 600 શાળાઓમાં 7000 થી વધુ TV ડિસ કનેક્શન સાથે મળી રહે અને વિદ્યાર્થીઓ ઘરે ઘરે અને તમામ વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ મેળવતા થાય માટે મહેસાણા શિક્ષણ વિભાગ નવ શિક્ષકો દ્વારા અર્થાત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.