મહેસાણાઃ વિશ્વ જયારે કોરોના મહામારીથી સંક્રમિત છે, ત્યાં ભારત સરકાર દ્વારા પણ દેશમાં કોરોના સક્રમણ ઓછું થાય તે પગલે ઠેર ઠેર સલામતી અને સાવચેતીના પગલાં લઇ પ્રજાજનોને સુરક્ષિત રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મહેસાણા જિલ્લો આ સ્થાને અગ્રેસર કામગીરી કરી રહ્યો છે.
લોકડાઉનમાં “મારું સાહિત્ય” બન્યું અભ્યાસની પ્રણાલિકા
શિક્ષકો મારૂ સાહિત્ય થકી અસરકારક શિક્ષણકાર્ય માટે કટિબધ્ધ બનશે
જિલ્લાના 49 શિક્ષકોના 40 દિવસોના અથાક પ્રયત્નોથી મારૂ સાહિત્યના પાંચ ભાગનું વિમોચન
Goal is achieved if proper planning is done and executed અર્થાત દરેકને મંઝિલની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જયારે તેનું પૂર્વઆયોજન સચોટ હોય. આવું જ કંઈ આપણા શિક્ષણજગતમાં પણ છે. શિક્ષણકાર્ય ત્યારે જ સફળ અને અસરકારક બને જયારે શિક્ષણ દ્વારા જે તે એકમનું સચોટ પૂર્વ આયોજન થયેલુ હોય છે.
મહેસાણા જિલ્લ્લામાં આ બાબતને ધ્યાને રાખી તથા લોકડાઉનના સમયનો સદઉપયોગ થાય તે માટે સ્મિતાબેન પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રેરણા અને પુલકિતભાઈ જોશી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સહયોગ થકી પટેલ રવિભાઈ સી.આર.સી.કો.ઓ સુરજ, તાલુકો જોટાણા દ્વારા ધોરણ 1 થી 8ના તમામ વિષયોનું પૂર્વઆયોજનનો એક વિચાર ક્લસ્ટરના શિક્ષકો સામે મૂકવામાં આવ્યો અને આ આયોજન બનાવવાનું નક્કી કર્યું.
આ માટે ક્લસ્ટરની 1 શાળાના 49 શિક્ષકોની એક ટીમ બનાવવામાં આવી . સી.આર.સી.કો.ઓ. સૂરજના માર્ગદર્શન નીચે ટીમ સૂરજ દ્વારા કોરોના સંક્રમણમાં થયેલ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરી અનોખી પહેલ કરી કામગીરી ચાલુ કરવામાં આવી.
આ આયોજનમાં ટીમના શિક્ષકોએ લેખન,ટાઈપીંગ, ફોર્મેટિંગ તથા સમીક્ષાની અલગ અલગ કામગીરી કરી ધોરણ 1 થી 8ના તમામ વિષયોનું-તમામ પ્રકરણોનું તમામ પ્રવૃત્તિઓનું સમગ્રલક્ષી બારીકાઈથી પૂર્વ આયોજન કરી 40 દિવસમાં નવીન અભ્યાસની પ્રણાલિકા તૈયાર કરાઇ. જેમાં દરેક પ્રકરણ માટે અધ્યયન નિષ્પત્તિઓ, અધ્યયન નિષ્પતિ સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિઓ, જરૂરી પ્રોજેક્ટ, જરૂરી પ્રયોગ તથા તેને લગતા ઉપયોગમાં લઈ શકાય તેવા ટી.એલ.એમ નું સમગ્રલક્ષી પૂર્વાયોજન બનાવવામાં આવ્યું.
આ આયોજનના તમામ પાંચ ભાગોનું સ્મિતાબેન પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મહેસાણા દ્વારા વિમોચન કરવામાં આવ્યું. જેમાં પુલકીત ભાઈ જોશી, કૌશિક ભાઈ દેસાઈ, મુકેશ સિંહ રાઠોડ હાજર રહી સી.આર. સી.કો.ઓ. અને તમામ શિક્ષકોના કામને પ્રોત્સાહિત કાર્ય તથા માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા તમામ 49 શિક્ષકોને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
સદર અભ્યાસક્રમને “મારું સાહિત્ય” નામ આપવામાં આવ્યું હતું. એકમના શિક્ષણકાર્ય દરમિયાન અધ્યયન નિષ્પતિ ઉપયોગમાં લઈ શકાય તેવા શૈક્ષણિક સાધન સામગ્રીની નોંધ કરેલુ છે. જેથી તેની વ્યવસ્થા કરી શકાય. એકમ પુર્ણ કરવા માટે જરૂરી અંદાજ દિવસો આપવામાં આવે છે, જેથી તે રીતે આયોજન કરી શકાય.
આયોજનમાં એકવાર જરૂરી પ્રોજેક્ટ વર્કની નોંધ પણ કરવામાં આવી છે, જેથી તેનો અગાઉથી આયોજન કરી શકાય. આ આયોજનમાં કુલ પાંચ ભાગમાં ધોરણ 1 થી 8 ના તમામ વિષયોમાં એકમવાર આવતી અધ્યયન નિષ્પત્તિઓ અને તેની સિદ્ધિ માટેની પ્રવૃત્તિઓ સામેલ કરેીલ છે.
આ આયોજનથી શિક્ષણકાર્ય અસરકારક રીતે બની શકે અને શિક્ષકો સરળતાથી જરૂરી માહિતી મેળવી શકશે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે પણ તે વરદાનરૂપ સાબિત થઇ શકે છે.
આમ સમગ્ર જિલ્લા શિક્ષણગણ સમાજ દ્વારા લોકડાઉનના સમયમાં એક શૈક્ષણિક વિચારશીલતા અપનાવી સુગમ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.