મહેસાણાઃ વિસનગરમાં લોકડાઉન દરમિયાન તંત્રની કામગીરી વચ્ચે પ્રજાજનોમાં કેટલીક મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ત્યારે શહેરના વરિષ્ઠ નાગરિકો દ્વારા સરકાર સુધી સૂચન સાથેની રજૂઆતો મોકલવામાં આવી છે.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે વડાપ્રધાનના આદેશ બાદ દેશમાં છેલ્લા 24 દિવસ ઉપરાંત લોકડાઉનનો સમય વીતી રહ્યો છે. ત્યારે સતત ઘરે રહી નાગરિકો અકળાયા છે. તો ક્યાંક તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હવે લોકડાઉનમાં પોતાની ફરજ અદા કરતા નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

જો કે આ સંજોગોમાં સામાન્ય નાગરિકો માટે જરૂરી કેટલીક ચીજવસ્તુ અને ખાણી પીણીની વસ્તુમાં મોંઘવારીનો જોવા મળી છે. તો બીજી તરફ કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા બિનજરૂરી રીતે નાગરિકોને અટકાયત કરી અમાનવીય વર્તન કે પરેશાન કરવામાં આવતા હોવાની બાબતો જોવા મળી રહી છે.
આર્થિક ભીડભાળ અને જરૂરી વસ્તુઓના ઉત્પાદન માટે સરકારે આપેલી છૂટછાટ પર વહીવટી અને પોલીસ તંત્ર નગરિકો સાથે સહયોગ બનાવેલો રાખે તેવા વિવિધ મુદ્દે વિસનગરના અગ્રણીઓ દ્વારા લેખિતમાં પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ છે. તો શહેરના તબીબો દ્વારા પોતે વાઇરસની મહામારીમાં સરકાર જો તક આપે તો સેવા માટે તેમને બોલાવવા અપીલ કરાઈ છે.