- મહેસાણામાં ભમ્મરિયું નાળુ બંધ કરવામાં આવ્યું હતું
- વેપારીઓ દ્વારા આ નિર્ણયનો કરાયો હતો વિરોધ
- બુધવારે નાળાનો એક ભાગ વાહનચાલકો માટે ખોલાયો
- શહેરીજનો અને વેેપારીઓએ થવું પડતું હતું હેરાન
મહેસાણાઃ મહેસાણામાં ચાલી રહેલી રેલવે કોરીડોરની કામગીરીને ધ્યાનમાં રાખી દિવાળી પહેલા મહેસાણા શહેરનું ભમ્મરિયું નાળું બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓના વિરોધ વચ્ચે બુધવારે સાંજે નાળાનો એક ભાગ વાહનચાલકો માટે બંધ કરી દેવાયો હતો. પરિણામે મોઢેરા રોડથી ભમ્મરિયા નાળા તરફ જતા વાહનચાલકોએ 3 કિમી ફરી ગોપી નાળાનો માર્ગ પકડવો પડ્યો હતો. આ નાળુ 20 નવેમ્બર સુધી બંધ રહેશે.
નાળુ બંધ કરી દેવાતા વેપારીઓ અને શહેરીજનો હેરાન થતા હતા
સિટી-2ના ડાયવર્ટ વાહનો સિટી-1માં જવા ગોપી નાળા માર્ગેથી નીકળતા સાંજે ટ્રાફિકજામ થતો હતો. આથી ટ્રાફિક સંચાલનમાં લાગેલી પોલીસે બાલા હનુમાનથી જેલ રોડ તરફ જતા ટૂ વ્હિલર થોડો સમય થંભાવી દેતાં ચકમકના દૃશ્યો પણ સર્જાયા હતા. મહત્ત્વનું છે કે, તહેવાર ટાણે રેલવેના કોરિડોરના કામે નાળુ બંધ કરી દેવતા વેપારીઓના વેપાર અને શહેરીજનોની અવર જવર પર ભારે અસર જોવા મળી રહી છે ત્યારે તંત્રના કામને પગલે કેટલાક વેપારીઓ અને નગરજનો નારાજગી જતાવી રહ્યા છે.