- મહેસાણામાં ટ્રાફિક પીએસઆઈ પર કાર ચડાવનારો કારચાલક ઝડપાયો
- PSI પર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર ચાલક સામે કાર્યવાહી કરાઈ
- મહેસાણા જિલ્લાના ગોપી નાળા પાસે બની હતી ઘટના
- કારના કાચમાં ગેરકાયદેસર કાળી ફિલ્મ પણ લગાવવામાં આવી હતીમહેસાણામાં મહિલા ટ્રાફિક PSI પર કાર ચડાવનાર કારચાલક ઝડપાયો
મહેસાણાઃ ગોપીનાળા વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસનો પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં જ ટ્રાફિક મહિલા પીએસઆઈ પર કારચાલકે કાર ચડાવી દીધી હતી અને ત્યારબાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ આરોપીને સીસીટીવી કેમેરાના આધારે પકડી પાડ્યો છે. મહિલા પીએસઆઈએ કારને રોકતા જાણે કારમાં કોઈ ગુનેગાર હોય તે રીતે કારચાલકે કારને હંકારી હતી. જોકે, સમય સૂચકતાથી પીએસઆઈ ખસી ગયા હતા.
![મહેસાણામાં મહિલા ટ્રાફિક PSI પર કાર ચડાવનાર કારચાલક ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10197846_psi_b_7205245.jpg)
મહેસાણામાં જ્યારે મહિલા ટ્રાફિક પીએસઆઈએ કારચાલકને રોકતા કારચાલક ત્યાંથી ભાગી ગયો હતો. જાણે કારમાં કોઈ ગુનેગાર બેઠો હોય તે રીતે કારચાલકે કાર ભગાવી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ચકાસ્યા તો કારચલાકે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે કારના કાચમાં ગેરકાયદેસર રીતે કાળી ફિલ્મ પણ લગાવેલી હતી. આ કારચાલક સામે ઊંડાણપૂર્વક તપાસ થાય તો આટલી ગંભીર બેદરકારીથી મહિલા PSI પર કાર ચડાવવાનો પ્રયત્ન કરનાર કાર ચાલકની અન્ય ગુનાહિત કિસ્સો સામે આવે તો નવાઈ નહીં