- બેચરાજી ખાતે માતાજીને રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો
- 345 વર્ષ જૂની પરંપરા હેઠળ ધરાવાય છે પ્રસાદ
- માતાજીએ ભક્ત કવિ વલ્લભ ભટ્ટને આપ્યો હતો પરચો345 વર્ષ જૂની પરંપરા હેઠળ બેચરાજી ખાતે માતાજીને રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો
મહેસાણા: બાળા ત્રિપુરા સ્વરૂપે બેચરાજી ધામમાં બિરાજતા મા બહુચરનો મહિમા અને પરચાને આજે પણ લોકો ધાર્મિક રીતે ઉજવી રહ્યા છે. માગશર માસની બીજને દિવસે રસ રોટલીના પ્રસાદનું આચમન કરી અહીં આવતા દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. આ પ્રસાદની વિધિ પાછળ 345 વર્ષ જૂની માતા બહુચરજીની ચમત્કારી ગાથા છે.
![345 વર્ષ જૂની પરંપરા હેઠળ બેચરાજી ખાતે માતાજીને રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-04-ras-rotali-bechraji-vis-7205245_16122020175821_1612f_1608121701_934.png)
ભક્ત કવિ વલ્લભ ભટ્ટની જ્ઞાતિજનોએ ઉડાવી હતી મજાક
માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટની માતાનું દેહાંત થતા જ્ઞાતિજનોને જમાડવાના હતા. નિર્ધન સ્થિતિમાં જીવતા માતાજીના ભક્ત ભટ્ટજીને માટે લોકો મજાક ઉડાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં જ્ઞાતિજનોએ માગશર માસમાં રસ-રોટલીનું ભોજન માંગ્યું હતું. માગશર માસમાં કેરી ન મળે પરંતુ માતાજીએ ભક્તની લાજ રાખવા સાક્ષાત પરચો પૂરતા અઢળક ભોજનાર્થીઓને ભરપેટ રસ રોટલીનું ભોજન પૂરું પાડ્યું હતું. આથી આજે પણ માતાજીના આ પરચાને જીવંત રાખવા મહેસાણાના બહુચરાજી મંદિરમાં રસ રોટલીનું ભોજન પ્રસાદ પીરસાય છે.
![345 વર્ષ જૂની પરંપરા હેઠળ બેચરાજી ખાતે માતાજીને રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-04-ras-rotali-bechraji-vis-7205245_16122020175821_1612f_1608121701_219.png)
![345 વર્ષ જૂની પરંપરા હેઠળ બેચરાજી ખાતે માતાજીને રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-04-ras-rotali-bechraji-vis-7205245_16122020175821_1612f_1608121701_171.png)
વરખડી મંદિરે લાડુનો ગોખ ભરાયો
મંદિર ખાતે બહુચર આનંદ ગરબા મંડળ અને ભક્તો દ્વારા બહુચર માતાજીને મોટા પ્રમાણમાં રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો છે, જ્યારે માતાજીના સ્થાનક વરખડી મંદિરે લાડુનો ગોખ ભરાયો હતો. આ ઉજવણી દરમિયાન શક્તિ અને ભક્તિનું રસ પાન કરતા પ્રસાદનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.
![345 વર્ષ જૂની પરંપરા હેઠળ બેચરાજી ખાતે માતાજીને રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-04-ras-rotali-bechraji-vis-7205245_16122020175821_1612f_1608121701_312.png)
![345 વર્ષ જૂની પરંપરા હેઠળ બેચરાજી ખાતે માતાજીને રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-04-ras-rotali-bechraji-vis-7205245_16122020175821_1612f_1608121701_548.png)
મહત્વનું છે કે આ વખતે વર્ષો જુની રસ રોટલીની પરંપરાની ઉજવણીમાં દર વર્ષની સરખામણીએ કોરોના મહામારી સમય હોઈ આ વખતે ઓછા શ્રદ્ધાળુઓ આ પ્રસાદનો લાભ લઈ ચુક્યા છે પરંતુ આયોજકો દ્વારા દ્રઢ શ્રદ્ધા અને ઉમંગ ભેર માતાજીને રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરાયો છે.