ETV Bharat / state

ચૂંટણીપંચની નોટીસ ગેરવ્યાજબી ગણી HCએ દૂધસાગર ડેરીમાં સામન્ય સભા યોજવા આપી મંજુરી - mehsana

મહેસાણા: જિલ્લામાં આવેલી દૂધસાગર ડેરીમાં સહકાર ક્ષેત્ર હવે રાજકીય લપેટમાં આવ્યો છે. તેથી હવે આચાર સંહિતામાં મહેસાણા દૂધસાગર ડેરીને સામાન્ય સભા ન યોજવા મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટિસ પાઠવી હતી. જો કે આ નોટિસને લઈ ડેરી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે બાદ હાઇકોર્ટે ચૂંટણીપંચની નોટિસ અને ડેરીની બાબતો વિશે અવગત થઈ નિયમ અનુસાર સહકારી ક્ષેત્રે જ્યારે દૂધ ઉત્પાદકોને દૂધનો ભાવ વધારવા સહિતના મુદ્દે સામન્ય સભાનું આયોજન કરવાનો હેતુને ધ્યાનમાં લઇને આ મામલે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ ન ગણી સામન્ય સભા યોજવા માટે ડેરીને મંજૂરી આપવામાં આવી છે.

દુધ સાગર ડેરીના સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 1:56 PM IST

દૂધસાગર ડેરી છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચાર અને રાજકારણનો શિકાર બની રહી છે. ત્યારે દૂધ ઉત્પાદકોના હિતની વાત અને વિકાસ અહિં રૂંધાયો છે. જો કે દૂધસાગર ડેરી દ્વારા 24 માર્ચે ખાસ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેરીને મલ્ટી સ્ટેટ કૉ.ઑપ.સોસાયટી એકેટ 2002ની જોગવાઈ મુજબ પેટાકાયદા બદલાવ દૂધ સંઘના લ્હેણાની વસુલાત બાબત, સહિત 7 જેટલા મુદ્દા પર ચર્ચા માટે અજેન્ડા તૈયાર કરવામાં આવ્યો હતો.

દુધ સાગર ડેરીના સ્પોટ વીડિયો

જો કે 18 માર્ચે આચાર સંહિતા લાગુ થતા જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટિસ પાઠવી સભા રદ કરવા અંગેનો આદેશ કર્યો હતો. જો કે ડેરી માટે દૂધ ઉત્પાદકોના હિત માટેનો મહત્વનો મુદ્દો હોવાથી તેમને હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ ઍપ્લિકેશન દાખલ કરી હતી. જેના પર હાઇકોર્ટ દ્વારા સુનાવણી કરી અંતે સહકારી સંસ્થા ક્ષેત્ર ચૂંટણી પંચની આચાર સંહિતામાં આવતું ન હોવાનો ચુકાદો આપ્યો હતો. દૂધ સાગર ડેરીને મલ્ટી સ્ટેટ વેપાર સહિતના મુદ્દા પર અજેન્ડા મંજૂર કરાવવા સાધારણ સભાના આયોજન માટેની મંજુરી આપી હતી. જેને પગલે આગામી 21 એપ્રિલ 2019 રવિવારે સવારે દૂધ સાગર ડેરી દ્વારા દૂધ સંઘના માનસિંહભાઈ હોલ સભા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ભારતના વિકાસમાં જ્યારે સહકાર ક્ષેત્રનો મહત્વનો ફાળો છે. ત્યારે મહેસાણામાં પશુપાલકો માટે જીવ દોરી સમાન મહેસાણા દૂધ સાગર ડેરીમાં રમાઈ રહેલા રાજકારણ થી ના માત્ર સહકાર ક્ષેત્રે પરંતુ જિલ્લાના પશુપાલન પર પણ મોટી અસર વર્તાઈ રહી છે ત્યારે સૂત્રોનું માની એ તો ચૂંટણી ટાણે ભાજપ કોંગ્રેસની રાજનીતિનો શિકાર આ સહકારી સંસ્થા બની રહી છે અને ડેરી સહકારી સંસ્થા હોવા છતાં રાજકીય પક્ષ કોંગ્રેસને સમર્થન કરતા હવે પશુપાલકોના મતો માટે સહકારી સંસ્થા જાહેરમાં આગળ આવે તેવી એક ઐતિહાસિક રાજનીતિ સામે આવી છે.

Intro:મહેસાણા દૂધ સાગર ડેરીની સામાન્ય સભા ન યોજવા મામલે ચૂંટનીનપંચેની નોટિસ પર હાઇકોર્ટે સ્ટે મુક્યો

ચૂંટણીપંચની નોટીસને ગેરવ્યાજબી ગણી હાઇકોર્ટે દૂધસાગર ડેરીમાં સામન્ય સભા યોજવા લિલી જંડી આપી

Body:મહેસાણા જિલ્લામાં આવેલી દૂધસાગર ડેરીમાં સહકાર ક્ષેત્ર હવે રાજકીય લપટમાં આવ્યો છે તે તો સમજી શકાય પરંતુ હવે આચારસંહિતામાં મહેસાણા દૂધસાગર ડેરીને સામાન્ય સભા ન યોજવા મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટિસ પાઠવી હતી જોકે આ નોટિસ ને લઈ ડેરી દ્વારા હાજકોર્ટમાં અપીલ કરવામાં આવી બાદમાં હાઇકોર્ટે ચૂંટણી પંચની નોટિસ અને ડેરી ની બાબતો વિશે અવગત થઈ નિયમ અનુસાર સહકારી ક્ષેત્રે જ્યારે દૂધ ઉત્પાદકોને દૂધનો ભાવ વધારવા સહિતના મુદ્દે સામન્ય સભા યોજવા જઈ રહી છે ત્યારે આ મામેલ ચૂંટણી આચારસંહિતાનો ભંગ ન ગણી સામન્ય સભા યોજવા ડેરીને મંજૂરી આપવામાં આવી છે

મહત્વનું ચબે દૂધસાગર ડેરી છેલ્લા કેટલાય સમય થી ભ્રષ્ટચાર અને સહિત રાજકારણ નો શિકાર બની રહી છે ત્યારે દૂધ ઉત્પાદકોના હિતની વાત અને વિકાસ અહીં રૂંધાયો છે જોકે દૂધ સાગર ડેરી દ્વારા ગત 24 માર્ચે ખાસ સાધારણ સભાનું આયોજન કરાયું હતું જેમાં ડેરીને મલ્ટી સ્ટેટ કો.ઓપ.સોસાયટી એકટ 2002ની જોગવાઈ મુજબ પેટકાયદા બદલાવ બાબતે તેમજ સંઘના પેટા કાયદા નં 35(1) (આ)(1),(2)માં સુધારા બાબત ,દૂધ સંઘ ના લ્હેણાની વસુલાત બાબત , સહિત 7 જેટલા મુદ્દા પર ચર્ચા માટે એજન્ડા તૈયાર કરાયો હતો જોકે 18 માર્ચે આચારસંહિતા લાગુ થતા જિલ્લા ચૂંટણી અધિકારી એ નોટિસ આપી સભા રદ કરવા આદેશ કર્યો હતો જોકે ડેરી માટે દૂધ ઉત્પાદકોના હિત માટેનો મહત્વનો મુદ્દો હોઈ તેમને હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ જેના પર હાઇકોર્ટે સુનાવણી કરી અંતે સહકારી સંસ્થા ક્ષેત્ર ચૂંટણી પંચની આચારસંહિતામાં આવતું ન હોવાનો ચુકાદો આપતા હવે દૂધ સાગર ડેરીને મલ્ટી સ્ટેટ વેપાર સહિતના મુદ્દા પર એજન્ડા મંજૂર કરાવવા સાધારણ સભા યોજવા લિલી જંડી મળી છે જેને પગલે આગામી 21 એપ્રિલ 2019 રવિવારે સવારે દૂધ સાગર ડેરી દ્વારા દૂધ સંઘના માનસિંહભાઈ હોલ સભા યોજવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે

Conclusion:ભારતના વિકાસમાં જ્યારે સહકાર ક્ષેત્રનો મહત્વનો ફાળો છે ત્યારે મહેસાણામાં પશુપાલકો માટે જીવ દોરી સમાન મહેસાણા દૂધ સાગર ડેરી માં રમાઈ રહેલા રાજકારણ થી ના માત્ર સહકાર ક્ષેત્રે પરંતુ જિલ્લાના પશુપાલન પર પણ મોટી અસર વર્તાઈ રહી છે ત્યારે સૂત્રોનું માની એ તો ચૂંટણી ટાણે ભાજપ કોંગ્રેસની રાજનીતિનો શિકાર આ સહકારી સંસ્થા બની રહી છે અને ડેરી સહકારી સંસ્થા હોવા છતાં રાજકીય પક્ષ કોંગ્રેસને સમર્થન કરતા હવે પશુપાલકોના મતો માટે સહકારી સંસ્થા જાહેરમાં આગળ આવે તેવી એક ઐતિહાસિક રાજનીતિ સામે આવી છે

રોનક પંચાલ ઇટીવી ભારત મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.