ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં મેઘમહેર, અનેક કેટલાક વિસ્તારમાં જળબંબાકાર - heavy rainfall

મહેસાણાઃ એક તરફ રાજ્યમાં ચોમાસુ જામ્યું છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે લાંબા વિરામ બાદ મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી ચડી છે. જિલ્લાના કડી, બેચરાજી સહિત અનેક વિસ્તારોમાં ધીમો તો ક્યાંક અતિરેક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

rainfall
author img

By

Published : Aug 10, 2019, 6:34 PM IST

વરસાદના પગલે શહેરી વિસ્તારોમાં રસ્તાઓ અને શેરી-મહોલ્લામાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. બેચરાજી ખાતે આવેલ બહુચર માતાજીના મંદિર જવાના માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા છે. સતલાસણા અને કડીમાં રહેણાંક વિસ્તરોમાં ધમાકેદાર વરસતા વરસાદને પગલે પાણી ઢીંચણ સમાં પાણી ઘરમાં ઘૂસી આવ્યા છે જેને પગલે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

મહેસાણા જિલ્લામાં મેઘમહેર

જો કે, વરસાદની તારાજી સામે પાણીનો ભોગ બનેલા અનેક વિસ્તારો અને પરિવારોને વ્હારે સર્વકીય સંસ્થાઓએ આગળ આવી માનવતાનું કાર્ય કરતા ખાવા પીવા સહિતની પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ પુરી પાડી રહ્યા છે. મહેસાણામાં કડી, બેચરાજી અને સતલાસણામાં ભારે વરસાદને પગલે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ જિલ્લાના અમય શહેરોમાં હજુ પણ માત્ર જરમરીયો વરસાદ જ વરસી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વહીવટી તંત્રની કોઈ કામગીરી હજુ સુધી જોવા મળી નથી.

Intro:
મહેસાણા જિલ્લામાં મેઘમહેર સાથે કેટલાક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
Body:એક તરફ રાજ્યમાં જ્યારે ચોમાસુ જામ્યું છે અને મેઘરાજા પણ મન મુકીને વરસી રહ્યા છે ત્યાં લાંબા વિરામ બાદ મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી ચડી જિલ્લા ના કડી બેચરાજી સતલાસણા વિજાપુર વિસનગર ખેરાલુ અને મહેસાણા શહેરમાં ક્યાંક ધીમો તો ક્યાંક અતિરેક વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે તો શહેરી વિસ્તારોમાં રસ્તાઓ શેરી મહોલ્લામાં વરસાદના પાણી ભરાઈ ગયા છે જેને જોતા કેટલાક વિસ્તાર બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બેચરાજી ખાતે આવેલ બહુચર માતાજીના મંદિર જવાના માર્ગો પર પણ પાણી ભરાયા છે તો બીજી તરફ સતલાસણા અને કડીમાં રહેણાંક વિસ્તરોમાં ધમાકેદાર વરસતા વરસાદને પગલે પાણી ઢીંચણ સમાં પાણી ઘરમાં ઘૂસી આવ્યા છે જેને પગલે સામાન્ય લોકોનું જીવન અસ્ત વ્યસ્ત બન્યું છે નાના ભૂલકાઓ અને અને જુમ્પડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ખાવા પીવા સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ બની છે જોકે વરસાદની તારાજી સામે પાણીનો ભોગ બનેલા અનેક વિસ્તારો અને ત્યાંના પરિવારોને વ્હારે સર્વકીય સંસ્થાઓ એ આગળ આવી માનવતાનું કાર્ય કરતા ખાવા પીવા સહિતની પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ પુરી પાડી છે આમ મહેસાણામાં કડી , બેચરાજી અને સતલાસણામાં ભારે વરસાદને પગલે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ જિલ્લાના અમય શહેરોમાં હજુ પણ માત્ર જરમરીયો વરસાદ જ વરસી રહ્યો છે Conclusion:ખાસ આજે વરસાદ સનગર રાજ્યમાં કૃપા તો ક્યાંક કહેર વર્તાવી રહ્યો છે ત્યાં મહેસાણા જિલ્લા માં પણ એક જ વરસાદની બે તાસીર જોવા મળી રહી છે જેમાં ક્યાંક અનરાધાર છે તો કાયક માન્ડ જમીન ભીની થઇ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર ની કોઈ કામગીરી હજુ સુધી જોવા નથી મળી

રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.