ETV Bharat / state

મહેસાણામાં આરોગ્ય વિભાગ બન્યું એક્ટિવ, ચોમાસા પહેલા મેલેરિયા અને ડેન્ગ્યુ અટકાવવા કવાયત શરુ - મહેસાણા લોકલ ન્યુઝ

મહેસાણા જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ આરોગ્ય તંત્ર એક્ટિવ બન્યું છે. ચોમાસા પહેલા જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓને અટકાવવાના ભાગ રૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાની શરૂઆત કરતા જિલ્લામાં પોરા નાશક કામગીરી કરવામાં આવી છે.

health-department-becomes-active-in-mehsana
મહેસાણામાં આરોગ્ય વિભાગ બન્યું એક્ટિવ
author img

By

Published : Jun 15, 2021, 2:06 PM IST

  • મહેસાણામાં આરોગ્ય વિભાગ ચોમાસા પહેલા એક્ટિવ બન્યું
  • દવાયુક્ત મચ્છરદાની વિતરણ અને જંતુ નાશક દવાઓનો છંટકાવ કરાયો
  • 298 પાણીના કાયમી સ્રોતમાં માછલીઓ મુકવામાં આવી

મહેસાણાઃ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ આરોગ્ય તંત્ર એક્ટિવ બન્યું છે. ચોમાસાની ઋતુ બીમારીઓ માટે જાણીતી છે ત્યારે ચોમાસા પહેલા જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓને અટકાવવાના ભાગ રૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાની શરૂઆત કરતા જિલ્લામાં પોરા નાશક કામગીરી કરવામાં આવી છે.

મહેસાણામાં આરોગ્ય વિભાગ બન્યું એક્ટિવ

ચોમાસામાં થતા રોગો અટકાવવા જંતુનાશક દવાઓનો છટકાંવ

જિલ્લામાં કરવામાં આવેલી પોરા નાશક કામગીરીમાં કુલ 81 લાખ 32 હજાર 720 પાત્રોની તપાસ કરી 10 હજાર 678 પત્રોમાં પોરા મળી આવતા નાશ કરવામાં આવ્યો છે, તો 298 કાયમી પાણી ભરાઈ રહે તેવા સ્ત્રોતમાં માછલીઓ મૂકી પોરા નાશક કામગીરી કરવામાં આવી છે. વાહક રોગો અટકાવવા જંતુનાશક દવાઓ છંટકાવ સાથે ચિકનગુનિયા અટકાવવા મકાનોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લાનાં 600 માંથી 593 ગામો બન્યા મેલેરિયામુક્ત

16 હજારથી વધુ મચ્છરદાનીઓનું વિતરણ કર્યુ

જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓને અટકાવવા જિલ્લામાં કુલ 16 હજાર 900 મચ્છરદાની રાજ્ય સરકાર દ્વારા મળતા 20 ગામોમાં અત્યાર સુધી કુલ 16 હજાર 293 દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું છે. આ સાથે જ જિલ્લાના વિવિધ સરકારી કે ખાનગી એકમો પર 2 હજાર 594 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Vaccination Update : સુરત ગ્રામ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા વધુ 6,001 લોકોએ Vaccine મુકાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.