મહત્વનું છે કે, અગાઉ પણ ટાયરોનો જથ્થો દૂર કરવા સૂચન કર્યું હોવા છતાં સંગ્રહકર્તા દ્વારા તે દૂર ન કરાયા હોવાથી આરોગ્ય વિભાગના મેલેરિયા અધિકારી દ્વારા ટાયરો સંગ્રહ કરવા બદલ સંગ્રહકર્તાને કારણોદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને જો ટાયરો સંગ્રહકર્તા દ્વારા તે સંગ્રહિત ટાયરોનો યોગ્ય નિકાલ નહીં કરાય તો IPC 188 મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા નોટિસ દ્વારા કરવામાં આવી છે.
એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની સીઝનમાં રોગથી કેવી રીતે બચી શકાય તેવા સલાહ સુચન અને દવાના છંટકાવ કરવામાં આવે છે ત્યાં બીજી તરફ સામાન્ય જનતા પોતાની અણસમજમાં ટાયરો સંગ્રહ કરવા કે પાણી ભરી રાખવા જેવી સામાન્ય ભૂલો કરી બીમારીને નોતરું આપી રહ્યા છે ત્યારે સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત માટે માત્ર તંત્રએ જ નહીં પરંતુ લોકોએ પણ જાગૃતિ લાવવાની જરૂર છે.