ETV Bharat / state

GW322 ઘઉંની નવી જાતના સફળ વાવેતર માટે વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર પુરસ્કૃત - મહેસાણા

મહેસાણાઃ ભારત કૃષિપ્રધાન દેશ છે. અહીં અનાજની અવનવી પેદાશો શોધાતી રહી છે. મહેસાણાના વિજાપુરમાં ગુજરાતનું એકમાત્ર ઘઉં સંશોધન કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રમાં ઘઉંની એક નવી ઉપજ શોધાઈ છે. આ ઉપજ શોધવા બદલ સંશોધન કેન્દ્ર અને તેના સંશોધકોને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કૃત કરાયાં છે. આ કેન્દ્ર દ્વારા ઘઉં નવી જાતનું 100 મિલિયન ટનથી વધુ ઉત્પાદન કરવા બદલ સન્માનિત કરાયું છે.

vijapur
author img

By

Published : Sep 10, 2019, 3:12 PM IST

સામાન્ય રીતે રાજ્યના ખેડૂતો 1985માં શોધાયેલી ઉપજની વાવણી કરતાં હોય છે. તેવામાં બદલાયેલા વાતાવરણની સાથે જૂની ઉપજ ખેડૂતો માટે તે જોખમરૂપ બની છે. હાલ ઘઉંના ઉત્પાદનમાં બે રોગ મહત્વના છે. જેમાં થડનો અને પાનનો ઘેરું ઘઉંના ઉત્પાદનને નિષ્ફળ બનાવતો હોય છે. આવા રોગથી બચવા માટે આ કેન્દ્રમાં અનેક પરીક્ષણો પણ કરવામાં આવી રહ્યાં છે. અહીં આ કેન્દ્ર પર ઘઉંના પરીક્ષણ માટેની આદ્યુનિક મશીનરી વિકસાવાયેલી છે. ગુજરાતમાં આ એકમાત્ર કેન્દ્ર બધા જ સાધનો ધરાવે છે. જેનો લાભ લેતા રાજ્યના કૃષિ પ્રેમી વિદ્યાર્થીઓ પણ આજે ઘઉંના સંશોધનમાં રુચિ કેળવી રહ્યાં છે.

GW322 ઘઉંની નવી જાતના સફળ વાવેતર માટે વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર પુરસ્કૃત


આજે રાજ્યના ગૌરવ સમા એક માત્ર ઘઉં સંશોધન કેન્દ્રની વાત કરતા એટલું ચોક્કસ કહી શકાય કે વિશ્વ ભલે આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી સફળતા મેળવી રહ્યો છે, પરંતુ સંસ્કૃતિ અને પ્રકૃતિનો વારસો ધરાવતા ભારતની કૃષિ ક્રાંતિ આજે પણ અવકાશી ફલક પર જળહળી રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ વિજાપુરના ઘઉં સંશોધન કેન્દ્રએ પૂરું પાડ્યું છે.

સામાન્ય રીતે રાજ્યના ખેડૂતો 1985માં શોધાયેલી ઉપજની વાવણી કરતાં હોય છે. તેવામાં બદલાયેલા વાતાવરણની સાથે જૂની ઉપજ ખેડૂતો માટે તે જોખમરૂપ બની છે. હાલ ઘઉંના ઉત્પાદનમાં બે રોગ મહત્વના છે. જેમાં થડનો અને પાનનો ઘેરું ઘઉંના ઉત્પાદનને નિષ્ફળ બનાવતો હોય છે. આવા રોગથી બચવા માટે આ કેન્દ્રમાં અનેક પરીક્ષણો પણ કરવામાં આવી રહ્યાં છે. અહીં આ કેન્દ્ર પર ઘઉંના પરીક્ષણ માટેની આદ્યુનિક મશીનરી વિકસાવાયેલી છે. ગુજરાતમાં આ એકમાત્ર કેન્દ્ર બધા જ સાધનો ધરાવે છે. જેનો લાભ લેતા રાજ્યના કૃષિ પ્રેમી વિદ્યાર્થીઓ પણ આજે ઘઉંના સંશોધનમાં રુચિ કેળવી રહ્યાં છે.

GW322 ઘઉંની નવી જાતના સફળ વાવેતર માટે વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર પુરસ્કૃત


આજે રાજ્યના ગૌરવ સમા એક માત્ર ઘઉં સંશોધન કેન્દ્રની વાત કરતા એટલું ચોક્કસ કહી શકાય કે વિશ્વ ભલે આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી સફળતા મેળવી રહ્યો છે, પરંતુ સંસ્કૃતિ અને પ્રકૃતિનો વારસો ધરાવતા ભારતની કૃષિ ક્રાંતિ આજે પણ અવકાશી ફલક પર જળહળી રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ વિજાપુરના ઘઉં સંશોધન કેન્દ્રએ પૂરું પાડ્યું છે.

Intro:


ખાદ્ય સુરક્ષાને સિદ્ધ કરતા દેશમાં પ્રથમ વાર 100 મિલિયન ટન થી વધુ ઘઉંના ઉત્પાદમાં વિજાપુર ખાતે શોધાયેલ GW322 જાતને સન્માન પ્રાપ્ત થયું

રાષ્ટ્ર અને રાજ્યની આર્થિક સ્થિતિમાં મહત્વનો ભાગ ભજવતા કૃષિ વ્યવસાયમાં વિજાપુર ખાતે આવેલ રાજ્યનું એક માત્ર ઘઉં સંશોધક કેન્દ્ર ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે ત્યારે આ કેન્દ્રની સફળતાને જોતા તેમાં પરીક્ષણ કરતા વૈજ્ઞાનિકોને તાજેતરમાં યોજાયેલ 58મી ઘઉં અને જવ સંશોધન કાર્યશાળામાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કાર મેળવી સન્માન પ્રાપ્ત કર્યું છેBody:



રાષ્ટ્ર અને રાજ્યની આર્થિક સ્થિતિમાં મહત્વનો ભાગ ભજવતા કૃષિ વ્યવસાયમાં વિજાપુર ખાતે આવેલ રાજ્યનું એક માત્ર ઘઉં સંશોધક કેન્દ્ર ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે ત્યારે આ કેન્દ્રની સફળતાને જોતા તેમાં પરીક્ષણ કરતા વૈજ્ઞાનિકોને તાજેતરમાં યોજાયેલ 58મી ઘઉં અને જવ સંશોધન કાર્યશાળામાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કાર મેળવી સન્માન પ્રાપ્ત કર્યું છે

તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ત્રિદિવસીય 58મી ઘઉં અને જવ પાક સંશોધન કાર્યશાળાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતો માટે આશીર્વાદ રૂપ અને ગુજરાત રાજ્યનું ગૌરવ એવા મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આવેલ એક માત્ર ઘઉં સંશોધક કેન્દ્રને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાનો હેતુ સિદ્ધ કરવા અને સ્વતંત્ર ભારતદેશમાં પ્રથમવાર 100 મિલિયન ટન થી વધુ ઘઉંનું ઉત્પાદન કરવામાં પણ મહત્વનું યોગદાન આપતા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ઘઉંની નવી જાત GW 322ના સંશોધને છેલ્લા દાયકાની સીમા ચિહ્ન રૂપ જાત તરીકે ગણના કરી મહાનિર્દેશક ડો. ટી.જી. મહાપાત્રાના હસ્તે સન્માન પ્રાપ્ત થયું છે


મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર રાજ્યના ગૌરવ સમાન વિજાપુર ઘઉં સંશોધક કેન્દ્રમાં છેલ્લા ઘણા વર્ષો થી અહીંના વિજ્ઞાનિકો દ્વારા પ્રાદેશિક વાતાવરણને અનુરૂપ અને રોગ પ્રતિકારક ઘઉંની જાતનું સંશોધન કરવામાં આવે છે ત્યારે આ કેન્દ્રના જ્ઞાની સંશોધક વિજ્ઞાનિક ડો.અશોકભાઈ પટેલ અને સહસંશોધક ડો. શૈલેષભાઇ પટેલ દ્વારા લાંબા સમય સુધી ઘઉંના પાકો પર પરીક્ષણ અને સંશોધનની કામગીરી કરી આ કેન્દ્રમાં અત્યાર સુધી ઘઉંની અનેક જાત વિકસાવવામાં આવી છે છતાં તજજ્ઞો દ્વારા મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યના ખેડૂતો વર્ષો જૂની 1985ના સમયની GW 496 જાત અપનાવી રહ્યા છે જે ઘઉંની જાત હાલમાં બદલાયેલા વાતાવરણ ની સ્થિતિ પ્રમાણે ખેડૂતો માટે જોખમ રૂપ છે ત્યારે વિજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જે ખેડૂતોએ સંશોધન કેન્દ્ર પર શોધ કરાયેલ ઘઉંની નવી જાત GW 322 ભિન્ન વાતાવરણમાં પણ સફળ પાક ઉત્પાદન આપે છે, GW 11 ઓછા પિયતમાં અને મોડે થી વાવણી કરતા પણ ખેડૂતોને સફળ પાક ઉત્પાદન કરી આપે છે, GW 499 ચાલુ વર્ષે સંશોધન કરાયેલ છે જે સમયાંતરે કરાયેલ વાવણીમાં પણ સારી ઉપજ આપે છે અને ખેડૂતને આર્થિક નૂક્ષાન થતું નથી, તો આજ કેન્દ્ર દ્વારા વર્ષ 2015માં સંશોધન કરાયેલ ઘઉંની GW 451 જાત ભારત સરકારના કુપોષણ નાબુદી માટેના મિશનમાં મહત્વની ભૂમિકા અદા કરતા ઝીંક અને આયર્નનું પ્રમાણ ધરાવતા ઘઉંનું પ્રતિ વિઘાએ 20 થી 25 મણ જેટલું વધુ ઉત્પાદન આપે છે જેના થી ખેડૂત આર્થિક સધ્ધર બને છે તો દેશમાં કુપોષણ સામે સુપોષણ મળે છે ત્યારે અહીંના વિજ્ઞાનિકોના મતાનુસાર ખેડૂતોની માનસિકતા હવે બદલાય અને તેઓ પણ સમય અને પરિસ્થિતિ સાથે કદમ મિલાવી વર્ષોની જોખમ ભરી ઘઉંની GW 496 જાત ને છોડી હવે નવીન શોધાયેલ GW 451, GW 322, GW 11 અને GW 499 જાત અપનાવી પોતાના ઉત્પાદન અને આવકમાં વધારો કરી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે છે



બાઈટ 01 : ડો.અશોકભાઈ પટેલ, સંશોધક, વિજાપુર કેન્દ્ર

રાજ્યમાં થતા ઘઉંના ઉત્પાદનમાં મહત્વના બે રોગના કારણ છે જેમાં થડનો ઘેરું અને પાનનો ઘેરું થતા હોય છે જેની સામે રોગપ્રીતિકારકતા લાવવા ઘઉંની જાત નું અહીં અવલે ગ્લાસ હાઉસમાં પરીક્ષણ કરવામાં આવે છે જેથી ઘઉંના પાકોમાં થતા રોગોનું વર્તમાન અને ભવિષ્યમાં નૂક્ષાન થતું અટકાવી શકાય છે

બાઈટ 02 : ડો. શૈલેષભાઇ પટેલ, સહસંશોધક

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિયુનિવર્સીટી સંચાલિત વિજાપુર ખાતેના ઘઉં સંશોધન કેન્દ્ર પર ઘઉંની જાતના તમામ પરીક્ષણ માટે અત્યંત આધુનિક મશીનરી અને સાધનો રાખવામાં આવેલા છે જે રાજ્યમાં માત્ર આ એક જ જગ્યાએ છે જેનો લાભ લેતા રાજ્યના કૃષિ પ્રેમી વિદ્યાર્થીઓ પણ આજે ઘઉંના સંશોધનમાં રુચિ કેળવી ગૌરવ લઈ રહ્યા છે

બાઈટ 03 : ગીતા ચૌધરી, વિદ્યાર્થીની, આનંદ

Conclusion:આજે રાજ્યના ગૌરવ સમાન ઍક માત્ર ઘઉં સંશોધન કેન્દ્રની વાત કરતા એટલું ચોક્કસ કહી શકાય કે વિશ્વ ભલે આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉદ્યોગિક સફળતા મળવી રહ્યો છે પરંતુ સંસ્કૃતિ અને પ્રકૃતિનો વારસો ધરાવતા ભારતની કૃષિ ક્રાંતિ આજે પણ અવકાશી ફલક પર જળહળી રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ વિજાપુરના ઘઉં સંશોધન કેન્દ્રએ પૂરું પાડ્યું છે


રોનક પંચાલ, ઈટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.