ETV Bharat / state

વિસનગર બેઠક પર જોવા મળશે વર્તમાન પ્રધાન v/s પૂર્વ પ્રધાન

author img

By

Published : Dec 3, 2022, 11:33 AM IST

Updated : Dec 3, 2022, 3:00 PM IST

મહેસાણામાં આ વખતે સૌથી વધુ નજર રહેશે વિસનગર બેઠક પર. કારણ કે આ બેઠક (Visnagar Assembly Constituency) પરથી ભાજપે ઋષિકેશ પટેલને (Mehsana Rishikesh Patel BJP Candidate) ફરી એક વખત મેદાને ઉતાર્યા છે. તો કૉંગ્રેસે પૂર્વ પ્રધાન કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ એડવોકેટ જયંતિ પટેલને ટિકીટ આપી છે. એટલે અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નક્કી છે.

વિસનગર બેઠક પર જોવા મળશે વર્તમાન પ્રધાન v/s પૂર્વ પ્રધાન
વિસનગર બેઠક પર જોવા મળશે વર્તમાન પ્રધાન v/s પૂર્વ પ્રધાન

મહેસાણા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. તે અંતર્ગત મહેસાણામાં પણ મતદાન થશે. ત્યારે આ વખતે સૌથી વધુ જે બેઠક પર સૌની નજર રહેશે તે છે વિસનગર બેઠક. જી હાં અહીંથી (Visnagar Assembly Constituency) ભાજપે ઋષિકેશ પટેલને (Mehsana Rishikesh Patel BJP Candidate) ફરી એક વાર ચૂંટણી લડવા ઊભા કર્યા છે. તો તેમને ટક્કર આપવા માટે કૉંગ્રેસે પૂર્વ પ્રધાન કિરીટ પટેલને (Kirit Patel Congress Candidate for Visnagar) મેદાને ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અહીંનો પાટીદારોનો જાણીતો ચહેરો એવા જયંતિ પટેલને (Jayanti Patel AAP Candidate for Visnagar) ટિકીટ આપી છે.

ભાજપના ઉમેદવાર ભાજપે આ બેઠક પરથી 61 વર્ષીય ઋષિકેશ પટેલને ટિકીટ (Mehsana Rishikesh Patel BJP Candidate) આપી છે. તેમણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમ જ ભાજપના કદાવર નેતા રહ્યા છે. તેમની પાસે વિસનગર બેઠક પર સતત 3 ટર્મથી વિજેતા બનવાનો રેકોર્ડ રહ્યો છે. અને હાલમાં સરકારમાં કેબિનેટ પ્રધાન રહ્યા છે. જોકે વિસનગર ભાજપમાં આંતરિક જૂથવાદ અને સામે અન્ય પક્ષે પાટીદાર ઉમેદવાર હોવાથી મતોનું વિભાજન થવાની શક્યતા છે. જોકે તેમની સામે આ બેઠક પર વિપુલ ચૌધરી ફેક્ટરના વિરોધનો પણ મોટો પડકાર રહ્યો છે.

કૉંગ્રેસના ઉમેદવાર આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે 65 વર્ષીય કિરીટ પટેલ (Kirit Patel Congress Candidate for Visnagar) રહ્યા છે. જેમણે ડિપ્લોમા ફાર્મસી સુધીનો અભ્યાસ કરેલો છે અને તેઓ અગાઉ કૉંગ્રેસ સરકારમાં પ્રધાન પણ રહ્યા હતા. જોકે, વર્તમાન સમયમાં આ બેઠક ભાજપનો ગઢ હોવાથી જનતાનો વિશ્વાસ કાયમ કરવો અને અહીંના સ્થાનિકોમાં તે અમદાવાદ રહેનાર આયાતી ઉમેદવાર હોવાનો મત અને સમાજિક મતબેન્ક સુરક્ષિત કરવી તેમના માટે પડકાર રહ્યા છે.

AAPના ઉમેદવાર આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે 69 વર્ષીય જયંતિ પટેલ (Jayanti Patel AAP Candidate for Visnagar) રહ્યા છે. જેમણે વકીલાતનો અભ્યાસ કર્યો છે. તેઓ અહીંના પાટીદારોના જાણીતો ચેહરો રહ્યા છે. જોકે, ભાજપનો ગઢ એવી વિસનગર બેઠક પર સામે ભાજપ, કૉંગ્રેસ બંને ઉમેદવારો પાટીદાર હોવાના કારણે સામાજિક રીતે મતોનું વિભાજન અને આગવી રાજકીય વિશેષતા વચ્ચે ત્રીજા વિકલ્પ તરીકે ઉતરેલા આપ માટે જનમત મેળવવો મોટો પડકાર જોવા મળી રહ્યો છે.

આ બેઠકનું સમીકરણ આ બેઠક પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહ્યું હતું. ભારે વિરોધ વચ્ચે પણ ભાજપના પાટીદાર ઉમેદવાર તરીકે ઘણા સમાજની પસંદગી બનતા ઋષિકેશ પટેલે જીત મેળવી સતત 3 ટર્મ સરકારમાં રહ્યા હતા. જોકે, આ વખતે તેમની પાર્ટીએ તેમને રિપીટ કરતા પોતાની જ પાર્ટીના આંતરિક વિવાદોનો પડકાર તેમની સામે છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં કૉંગ્રેસમાંથી પૂર્વ પ્રધાન રહેલા કિરીટ પટેલ સ્થાનિક બેઠક પર વસવાટ ન કરતા હોવાથી તેમની સાથે અન્ય ઉમેદવારોએ પણ ભાજપના ગઢમાં ગાબડું પાડવા જનતાનો વિશ્વાસ જીતવો એ મોટો પડકાર છે. આ બેઠકની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ જોતા અહી ભાજપના ઉમેદવારનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે.

આ બેઠક પર 2017નું પરિણામ અહીંથી ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે 77496 એટલે કે 48.94 ટકા મત મેળવ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર એસ. પટેલે 74627 એટલે કે 47.13 ટકા મત મેળવ્યા હતા. આ સાથે જ ભાજપના ઉમેદવાર 2869 મતોની સરસાઈથી વિજેતા થયા હતા.

અહીંના મતદારોની સંખ્યા અહીં કુલ 2,29,669 મતદારો છે, જેમાં 1,18,980 પુરૂષ મતદારો અને 1,10,687 સ્ત્રી મતદારો છે.

જ્ઞાતિ સમીકરણ આ બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો, 64,333 પટેલ, 43,017 ઠાકોર, 3,526 બ્રાહ્મણ, 19,041 ચૌધરી, 8,541 પ્રજાપતિ, 16,685 દલિત, 2,587 રાજપૂત, 859 બારોટ, 1,326 જૈન, 5,827 રાવળ, 186 સિંધી, 7,390 રબારી, 2,017 મોદી, 2,134 સુથાર, 1,873 દરજી 178 મોચી, 2,098 સથવારા, 1,984 નાયી, 7,071 દેવીપૂજક, 8,668 મુસ્લિમ, 23,712 અન્ય સહિત કુલ 2,23,053 મતદારો છે.

Last Updated : Dec 3, 2022, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.