બેચરાજી - મહેસાણાથી અંદાજે 35 કિલોમીટર દૂર આવેલ બહુચરાજી (Assembly seat of Bechraji)તાલુકામાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર સોલંકીકાળથી અહી અસ્તિત્વ ધરાવે છે. આમ તો મહેસાણા જિલ્લાનો નાનો અમથો તાલુકો બેચરાજી ખેડૂતો અને મધ્યમવર્ગીય તમામ સમાજ અને જ્ઞાતિની વસતી ધરાવતો શ્રમજીવી તાલુકો ગણાય છે. અહી ખેડૂતો, ખેતી અને પશુપાલન પર નિભાવ કરે છે તો વળી આ તાલુકામાં 44 ગામોમાં કુલ 48 જેટલા તળાવો આવેલા છે અને ખાસ અહી બક્ષીપંચ કેટેગરીના લોકો કોઈ પણ ચૂંટણીના ઉમેદવારને જીત અપાવવામાં મહત્વના સાબિત થાય છે. આ હતી બહુચરાજીની ઐતિહાસિક અને ભૌગોલિક પરિસ્થિતિ. હવે જોઇએ આગામી વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022 ) લઇને (Election 2022 )જરુરી જાણકારીઓ.
બેચરાજી વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી - બેચરાજી વિધાનસભા બેઠક પર 2019ની સ્થિતિ પ્રમાણે કુલ મતદારો 2,40,156 છે જેમાં 1,23,800 પુરુષ અને 1,16,343 સ્ત્રી અને 12 અન્ય મતદારો છે. 2012માં જોટાણા અને ચાણસ્મા બેઠકનું વિભાજન થતાં બેચરાજી બેઠક અસ્તિત્વમાં આવી હતી. 2002માં જોટાણા બેઠક હતી ત્યારે કુલ 1,14,662 મતદારોમાંથી ઈશ્વર મકવાણાને 62,041 મતો અને ગિરીશચંદ્ર પરમારને 49,355 મતો મળેલાં. 2007માં જોટાણા બેઠક હતી ત્યારે કુલ 1,13,060 મતદારોમાંથી જશોદાબેન પરમારને 59,055 મતો અને નવીન ચાવડાને 44,158 મતો મળેલાં. 2012માં વિભાજન બાદ બેચરાજી બેઠક પર કુલ 1,53,245 મતદારોએ મતદાન કરેલું જેમાંથી ભાજપના રજનીકાંત પટેલને 68,447 મતો અને કોંગ્રેસના રાજેન્દ્ર દરબારને 61,991 મતો મળ્યાં હતાં. જ્યારે 2017માં (Gujarat Assembly Election 2017)બેચરાજી બેઠક પર કુલ 1,64,784 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.તેેમાંથી કોંગ્રેસના ભરત ઠાકોરને 80,894 મતો (Bharat Thakor Seat) અને ભાજપના રજનીકાંત પટેલને 65,083 મતો મળ્યાં હતાં.
અત્યાર સુધીની ચૂંટણીઓના પરિણામ - જો બેચરાજી વિધાનસભા સીટની વાત કરવામાં આવે તો આ બેઠક પાટણના ચાણસ્મા મતવિસ્તારમાંથી વિભાજન થઇ 2012માં અસ્તિત્વમાં આવી છે અને અહીના પ્રથમ ધારાસભ્ય તરીકે ભાજપનો ભગવો લહેરાવનાર ધારાસભ્ય રજનીકાંત પટેલે (Rajnikant Patel Seat ) મહોર લગાવી છે. પક્ષમાં 10 વર્ષ સુધી સેવા આપતા પાર્ટીએ 2007માં રજનીકાંતને ચાણસ્મા વિધાનસભા સીટ પર ભાજપના ખીલતા કમળ તરીકે સ્થાન આપી ધારાસભ્યના ઉમેદવાર તરીકે ટિકીટ (Rajnikant Patel Seat ) આપી હતી.રજનીકાંત પટેલે તે ચૂંટણીમાં હરીફ કોંગ્રેસના ઉમેદવાર માલજીભાઈ દેસાઈને 15000થી વધુ મતોથી હરાવી જીત મેળવી હતી. તો પોતાના વતન સમાન બેચરાજી વિધાનસભા 2012માં અસ્તિત્વમાં આવતા જ રજનીકાંત પટેલે નસીબ અજમાવ્યું હતું અને તે સમયે ચૂંટણીમાં બેચરાજી વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 6000 કરતા વધુ મતોથી પરાજિત કરી વિજય મેળવ્યો હતો. વિજયની એ સફરમાં રજનીકાંત પટેલે બેચરાજી વિધાનસભા પરથી રાજ્યના ગૃહપ્રધાન તરીકે લાલબત્તી સાથેનું પદ મેળવી મતદારો અને વિસ્તારના લોકોનું ગૌરવ વધાર્યું હતું.
2017ની વિધાનસભા ચૂંટણી - આ ચૂંટણીઓને ((Gujarat Assembly Election 2017) )લઇ મહત્ત્વની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની સાત બેઠક પૈકીની એક આ બેઠક પર કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ભરત ઠાકોર (Bharat Thakor Seat)છે. જેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ ગૃહપ્રધાન એવા ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને ( (Rajnikant Patel Seat ) )કારમો પરાજય આપી વિજેતા બન્યા હતાં. આ પરિણામ સમગ્ર જિલ્લામાં કોંગ્રેસની સૌથી મોટી જીત સમાન હતું. જોકે અંદરોઅંદરની ચર્ચા પ્રમાણે પાટીદાર ફેક્ટર અને ભાજપના જ કેટલાક લોકોને કારણે રજનીકાંત પટેલને તે ચૂંટણીમાં (Patidar Andolan) હારવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક જે પાટીદારોના બળે આપનું જોર વધારનારી બની ગઈ, જાણો તેની વિશેષતા
બેચરાજી બેઠકમાં રોજગાર -બેચરાજી તાલુકામાં સરકારમાં સ્થાન ધરાવતાં હોવાથી રજનીકાંત પટેલ સ્થાનિક રોજગારીના ઉદ્દેશથી ઓટોમોબાઈલક્ષેત્રના નામાંકિત ઉદ્યોગોને લઇ આવ્યાં છે. તો ખેતી માટે ગામડાઓમાં ખેડૂતોને પાણીનો લાભ અપાવવામાં પણ કાર્યશીલ રહ્યા છે. તેમ છતાં હજુ પણ તાલુકામાં શિક્ષણ અને રોજગારધંધા માટેની સમસ્યાને નિવારવાની સમસ્યા યથાવત જ રહેલી છે.
બેઠકની ખાસિયત - બેચરાજી (Assembly seat of Bechraji ) એટલે ગુજરાતભરમાં ચૌલક્રિયા માટે જાણીતું અને ભક્તોના રુદિયામાં વસેલું મા બહુચરનું દિવ્ય એવું યાત્રાધામ કે જ્યાં બિરાજેલ માતા બહુચરના દર્શને લોકો દેશવિદેશથી દોડી આવે છે. આ એ મંદિર છે જ્યાં થર્ડ જેન્ડરના વોટર કિન્નરો એટલે કે તાળી પાડવાવાળા માસી અને માતાજી પણ પોતાની આગવી ઓળખ પણ આ ધરતી પર ધરાવે છે. મા બહુચરની આરાધનામાં અહી ગવાય છે તે આનંદનો ગરબો, તો વિશ્વ પ્રસિદ્ધ નવલખ્ખો કરોડોની કિમતનો મોતીઓનો હાર પણ વર્ષમાં એક વાર મા બહુચરના કંઠે શોભે છે.
પાટીદાર અનામત આંદોલનની અસર- આ બેઠક પર 2017માં રજનીકાંત પટેલને પોતે પટેલ હોવા છતાં પાટીદાર અનામત આંદોલનમાં (Patidar Andolan) ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. 2015માં પાટીદાર અનામત આંદોલનની આંધીએ રજનીકાંત પટેલની ગૃહપ્રધાન તરીકેની કારકિર્દી પર પાણી ફેરવી વાળ્યું હતું અને અંતે ખુદના સમાજ માટે પોતાનું પ્રધાનપદું છોડતાં રાજીનામું (Rajnikant Patel Seat ) ધરી દીધું હતું.
આ છે આ બેઠકનો પડકાર - આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) નજીક આવી રહી છે, ત્યારે અહીના રાજકારણની વાત કરીએ તો બેચરાજી વિધાનસભા બેઠક બક્ષીપંચ મતદારોનો વિસ્તાર હોઈ પાર્ટી (Gujarat election 2022) અહી કેવા ઉમેદવારને પસંદ કરે છે તે મહત્ત્વનું બની રહેશે.
બેચરાજી બેઠક પર લોકોની માગ -બેચરાજી વિધાનસભા વિસ્તારમાં ઉદ્યોગો આવ્યાં હોવા છતાં વિસ્તારનો સમાન્વેષી વિકાસ થઇ શક્યો નથી. આ બેઠક પર શિક્ષણની ગુણવત્તા, આરોગ્યની ગુણવત્તાનો પણ પ્રશ્ન છે જેનો લોકો ઉકેલ માગે છે. વિસ્તારમાં ખેતી અને પશુપાલનનું પ્રાધાન્ય હોવા છતાં સિંચાઇનું પાણી કેનાલો હોવા છતાં પૂરતું મળતું નથી. લઇને જેને લોકો તેની પણ માગણી કરે છે. બીજું, આ બેઠક પર આવેલા મોટા ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક લોકોને રોજગારને લઇને અસંતો। છે અને શોષણ થતું હોવાની પણ બૂમ છે.