- અટલજીના જન્મ દિન નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરતા નાયબ મુખ્યપ્રધાન
- આ કાર્યક્રમમાં ખેડૂત અને ગરીબ લક્ષી યોજનાઓના લાભ અપાયા
- સાત પગલાં ખેડૂત કલ્યાણ સહિતની વિવિધ યોજનાની સહાય અપાઈમહેસાણામાં સુશાસન દિવસની dycmની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઇ
મહેસાણાઃ પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મહેસાણા ટાઉનહોલ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને 7 પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત પરિવહન, ગોડાઉન, જીવામૃત માટેની કીટ સહિતની સહાય આપવામાં આવી હતી સાથે જ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ લાભાર્થીઓને જરૂરી સાધન સહાય આપી સરકાર દ્વારા ખેડૂતો અને નગરિકો આત્મનિર્ભર બને તે દિશામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ બાદ મહેસાણા જિલ્લામાં બેટી બચાઓ-બેટી પઢાઓ જન જાગૃતિ રથનું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું. જે રથ 25 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી 210 ગામોમાં જન જાગૃતિનો સંદેશો આપશે.
સાત પગલાં ખેડૂત કલ્યાણ અને ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય
કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણ અને ગરીબ કલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને કીટ સહાય તેમજ આર્થિક સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત બેટી બચાઓ-બેટી પઢાઓ જનજાગૃતિ રથનું પ્રસ્થાન નાયબ મુખ્યપ્રધાને કરાવ્યું હતું. આ રથ 25 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી 210 ગામામાં પરિભ્રમણ કરી જન જાગૃતિનું કામ કરશે. આ રથમાં વિવિધ 10 વિભાગોની યોજનાઓને આવરી લેવાઇ છે.