ETV Bharat / state

મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયું, 24 સિલિન્ડર જપ્ત કરાયા - ગ્રાહકો સાથે છેતરપિંડી

મહેસાણા તાલુકાના મેઉ ગામમાં જલદીપ ગેસ એજન્સી દ્વારા પોતાના ગ્રાહકોને આપવામાં આવતા ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપવામાં આવતો હોવાનો ગામ લોકોની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો છે. મહેસાણા તોલમાપ વિભાગે તપાસ કરતા અંદાજે 24 જેટલા સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.

cylinders seized
cylinders seized
author img

By

Published : Jul 10, 2020, 10:01 AM IST

  • મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયું
  • ગેસ સિલિન્ડરમાં નિયત વજન કરતા ઓછો ગેસ આવતો હોવાની આશંકા
  • મહેસાણા તોલમાપ અધિકારીને જાણ કરી
  • તોલમાપ વિભાગે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા જલદીપ ગેસ સેજન્સી સામે કાયદેસરની કાર્યવાહી

મહેસાણા : તાલુકાના મેઉ ગામે રાજદીપ એજન્સી દ્વારા ગ્રાહકોને ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવે છે. જોકે ગામ લોકોને ગેસ સિલિન્ડરમાં નિયત વજન કરતા ઓછો ગેસ આવતો હોવાની આશંકા વ્યકત કરી હતી. ગામ લોકોએ પ્રાથમિક રીતે તપાસતા ગેસ ઓછો હોવાનું માલુમ પડતા મહેસાણા તોલ માપ અધિકારીને જાણ કરવામાં આવી હતી.

મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયું

તોલમાપ વિભાગની ટીમે મેઉ ગામે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ગામમાં પહોંચેલ તોલમાપની ટીમે સિલિન્ડર ધારકોની મૌખિક ફરિયાદ સાંભળી તેમને આપવામાં આવેલ સીલબંધ ગેસની બોટલોનું પ્રમાણિત વજન કાંટા પર વજન કરવામાં આવ્યું હતું.

મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયું
મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયું

જેમાં 23 જેટલા સિલિન્ડરમાં 2.9 કિલો થી 3 કિલો સુધી ઓછો ગેસ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે તોલમાપ વિભાગે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા જલદીપ ગેસ સેજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ 24 જેટલા સિલિનડર જપ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.