- નગરપાલિકાના પૂર્વ નગરપતિ ગિરીશ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન મોત
- ગિરીશ પટેલ સહિત 13 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર કરાયા
- પૂર્વ નગરપતિના મોતથી સમગ્ર શહેરમાં શોક પ્રસર્યો
મહેસાણા : જિલ્લામાં સતત કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યાં વિસનગર નગરપાલિકાના પૂર્વ નગરપતિ ગિરીશ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. ગિરીશ પટેલ નવદુર્ગા નામેથી વિસનગરમાં પહેલેથી જ એક આગવી ઓળખ ધરાવતા વ્યક્તિ હતા. જેઓના નિધનથી સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રવર્તી છે. ગિરીશ પટેલને તેમની તબિયત નાદુરસ્ત જણાતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એક સપ્તાહ સુધી સારવાર લીધી હતી. જોકે, સારવાર દરમિયાન અંતે તેમનું મોત થતા વિસનગર ખાતે જ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કોંગ્રેસે નરેશ કનોડિયાના નિધન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી
ગિરીશ પટેલ સહિત કોરોનાગ્રસ્ત 13 જેટલા લોકોના અંતિમ સંસ્કાર કરાયા
વિસનગર ખાતે પૂર્વ નગરપતિ ગિરીશ પટેલ સહિત 13 જેટલા લોકો કોરોના સંક્રમિત હોવાથી સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. ત્યારે વિસનગર ખાતે આવેલા વિવિધ સ્મશાનગૃહોમાં દરેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જામનગર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી આહિરનું કોરોનાની સારવાર દરમિયાન મોત