- મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની CID ક્રાઇમે કરી ધરપકડ
- કરોડોના કૌભાંડના આરોપ પર કરાઈ ધરપકડ
- વિપુલ ચૌધરી પર સાગરદાણ કૌભાંડ સહિત 12 કરોડની ગેરરીતી આચરી હોવાનો છે આરોપ.!
- તાજેતરમાં વિપુલ ચૌધરી અને ભાજપનું ગ્રૃપ ડેરીની ચૂંટણી જીતવા થયું છે સક્રિય
- ચૂંટણી સમયે વિપુલ ચૌધરીની ધરપકડ તેમના માટે મુશ્કેલી બની શકે છે
મહેસાણાઃ જિલ્લામાં એક તરફ સહકારી ક્ષેત્રમાં અગ્રેસર રહેલી મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીની જાહેર થઈ છે. ત્યારે ડેરીમાં 16 વર્ષથી સત્તા જૂથમાં રહેનારા ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ પ્રધાન વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી CID ક્રાઇમની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સાગર દાણ સહિત 22 કરોડના ગોટાળા કેસમાં ધરપકડ કરાઈ
મહત્વનું છે કે, દૂધ સાગર ડેરીમાં દૂધીયુ રાજકાર ચાલી રહ્યું છે, ત્યાં તાજેતરમાં વિપુલ ચૌધરી પેનલના સત્તાધીશો ડ્રાઈના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઘીમાં ભેળસેળ મામલે ધરપકડ કરી 3 મહિના ઉપરાંત જેલમાં રાખવામાં આવ્યા હતા, ત્યાં આજે જ્યારે ડેરીની ચૂંટણી આગામી 5 જાન્યુઆરી 2021ના રોજ યોજાવવા જઈ રહી છે, ત્યાં ચૂંટણી જાહેર થતા જ ભાજપના જૂથ સામે ડેરીની ચૂંટણીમાં મહત્વનું પરિબળ ગણાતા વિપુલ ચૌધરીને CID ક્રાઇમે વર્ષ 2019ના કેસ સહિત 22 કરોડના કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે.
વિપુલ ચૌધરીની ધરપકડથી કોને થઈ શકે છે ફાયદો
એક તરફ મહેસાણા દૂધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરી અને ભાજપનું જૂથ આમને સામને ચૂંટણી જંગમાં ઉતરી આવ્યું છે, ત્યારે વિપુલ ચૌધરી જૂથની 16 વર્ષની સત્તા સામે મોટો પડકાર છે. કારણ કે, ડેરીમાં સામાન્ય રીતે સમરસ ચૂંટણી યોજવાની પ્રથા બનેલી છે. તો બીજી તરફ આ વખતે રાજકારણને પગલે ડેરીની સત્તા માટે બન્ને જૂથો સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવતા તમામ દાવ પેચ ખેલાઈ રહ્યા છે, ત્યારે ચૂંટણી નજીક હોવાથી વિપુલ ચૌધરી સામે જુના કેસની તપાસના નામે CID ક્રાઈમ દ્વારા વિપુલ ચૌધરીની ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવતા ક્યાંક વિપુલ ચૌધરી પક્ષે રહેલી 13 બેઠકો પર રોષ સાથે ચૂંટણી જીતવાનો જોષ વધી શકે છે.
ધરપકડથી સત્તા ગુમાવવાનો આવી સકે છે વારો
જે કદાચ તેમને ફાયદો કરાવશે તો વિપુલ ચૌધરીની ધરપકડ થતા જામની નહિ મળે તો તેમના માર્ગદર્શનના અભાવે ક્યાંક તેમનું જૂથ નબળું બને અને સામેના પક્ષનું રાજકારણ ડેરીની સત્તા માટે અસરકારક સાબિત થઈ શકે છે, ત્યારે તમામ પાસા વચ્ચે વિપુલ ચૌધરીની ધરપકડ ક્યાંક તેમના જૂથને ડેરીની ચૂંટણી જીતવા માટે સાર્થક સાબિત થઈ શકે છે તો ક્યાંક આ વખતે તેમણે સત્તા ગુમાવવાનો વારો પણ આવી શકે છે.