- મહેસાણાના સાંથલ પોલીસ મથકના PSI સહિત 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયા
- ફરજમાં બેદકારી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી કાર્યવાહી
- વિદેશી દારૂ અને જુગાર મામલે કરાઈ કાર્યવાહી
મહેસાણા: સાંથલ પોલીસ મથકના PSI સહિત 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદેશી દારૂ અને જુગાર મામલે LCBએ ગુનો પકડતા સ્થાનિક પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદકારી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી
જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાહિત પ્રવૃતિઓ ડામવા માટે જિલ્લાના તમામ પોલીસ મથકો અને પોલીસ ટીમોને ખાસ ટકોર કરવામાં આવી છે, ત્યારે DSP સીધી નિગરાનીએ કામ કરતા મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમી આધારે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ અને જુગારના ગુનાને શોધી કાઢવામાં આવ્યા હતા.
PSI સહિત 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયા
LCBની રેડ દરમિયાન 22 લાખના મુદ્દામાલ સાથે જુગારનો કેશ ડિટેકટ કરવામાં આવ્યો હતો. તો દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સતત બે ગુનાહિત ઘટનાઓ LCB દ્વારા ઝડપી પાડવામાં આવતા મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થાનિક વિસ્તારના પોલીસ અધિકારી PSI વાય.એસ. રાજપૂત અને બીટ જમાદારો સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો છે.
સસ્પેન્ડ અધિકારીઓના નામ
PSI વાય.એસ. રાજપૂત, ASI ભરતભાઇ, ASI ભરતસિંહ, HC ગિરવીરસિંહ અને PC જીલુભાને ફરજ બેદરકારી મામલે સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે ઉપરી અધિકારીના આ નિર્ણય પણ પુનઃ વિચારણા કરવા સ્થાનિક વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા રજુઆત કરવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે, ત્યારે જિલ્લા પોલીસ વડાના આદેશમાં ફેરફાર થાય છે કે કેમ તે જોવું રહ્યું.