મહેસાણા સિવિલ હૉસ્પિટલના પુરુષ વોર્ડમાં એકાએક એક યુવાન ડૉકટરના સ્વાંગમાં આવી વોર્ડમાં હાજર દર્દીઓના સ્વાસ્થ્યને ચકાસી રહ્યો હતો. ત્યારે બે-ત્રણ દર્દીઓના સ્વાસ્થ્ય ચકાસ્યા બાદ તેને દર્દીઓ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કરી દીધું હતું.
જો કે તે દરમિયાન જ વોર્ડમાં સિવિલ હૉસ્પિટલની એક નર્સ આવી જતા તેને શંકાસ્પદ ડૉકટરને અટકાવી લોકોની મદદથી પોલીસનાહવાલે કર્યો હતો.આ અંગેપોલીસ વિભાગ દ્વારાપ્રાથમિક પૂછપરછ કરતા આ નકલી ડૉકટરના સ્વાંગમાં ઝડપાયેલો યુવક મહેસાણાના એકલવ્ય ઇન્સ્ટિટ્યૂટમાં MLTનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું હતું.કિશન કાંતિલાલ પટેલ નામક આરોપીમૂળ વિસનગર તાલુકાના વાલમ ગામનો વતની છે.
તો આ અંગે મળતી માહિતી મુજબ મહેસાણા સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીને ચકમો આપી સફેદ ઍપ્રોન અને સ્ટેથસ્કોપ લટકાવી દર્દીઓ સાથે સારવારના નામે ઠગબાજી કરી પૈસા પડાવતો આ આરોપી કિશન ગાંજાનો વ્યસની હોવાને લીધેઆ હરકત કરી હોવાનું પોલીસ જાણવા મળ્યુંછે.