- ચોરીના ગુનામાં ફરાર 4 આરોપીઓ 6 વર્ષે પેરોલ ફર્લો સ્કોડના હાથે ઝડપાયા
- સતલાસણા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરીને અંજામ આપી થયા હતા ફરાર
- બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યા
મહેસાણાઃ જિલ્લામાં અનેક વાર તસ્કરીની ઘટનાઓ બની છે. ત્યારે 6 વર્ષ પહેલા બનેલી સતલાસણા ખાતેની ચોરીની ઘટના અંગે પોલીસ સતત તસ્કરોની શોધમાં હતી. જોકે, પેરોલ ફર્લો સ્કોડની ટીમને બાતમી મળી હતી કે, સતલાસણા ખાતે આવેલા આંબાઘાટા ચેક પોસ્ટ પર આ તસ્કરો છે. જેથી પેરોલ ફર્લો સ્કોડની ટીમ બાતમી મળતા સ્થળ પહોંચી જઈ ત્યાં હાજર 4 શખ્સોને ઝડપી લીધા હતા.
આ પણ વાંચોઃ મહેસાણામાં તસ્કરોએ 3 ATMને નિશાન બનાવ્યાં, 39 લાખની ચોરી
તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી
પેરોલ ફર્લો સ્કોડની ટીમે પૂછતાજ કરતા તે તમામ 4 ઈસમો ચોરીના ગુનાના વોન્ટેડ આરોપીઓ હોવાની વિગત સામે આવી હતી. જેને લઈ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ સતલાસણા પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના કાસામાં આવેલા ડાભીના ફળિયાના રહેવાસી છે. મહેસાણા પેરોલ ફર્લો સ્કોડની ટીમને વોન્ટેડ આરોપીઓ પકડવામાં વધુ એક સફળતા હાથ લાગી છે.
આ પણ વાંચોઃ મહેસાણામાં તસ્કરોનો તરખાટ, એક રાતમાં ચાર સોસાયટીઓમાં ચોરી
ઝડપાયેલા આરોપીઓ
- ડાભી સકાભાઈ દિતાભાઇ ઉર્ફે દીનાભાઈ
- ડાભી લેબાભાઈ બાબુભાઈ
- ડાભી નારણભાઈ દિતાભાઈ
- ડાભી વાઘાભાઈ દેવાભાઈ ઉર્ફે દીતાભાઈ