મહેસાણા જિલ્લામાં કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે શાળાઓ શરૂ
જિલ્લાની 350 સરકારી અને અર્ધ સરકારી આજ થી શરૂ
62000 પૈકી 18000 વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિ આપી
વહેલી સવારે વિદ્યાર્થીઓ શાળા આવી પહોંચ્યા
મહેસાણા જિલ્લામાં આજે થી શરૂ થયેલી શાળાઓને પગલે ઈટીવી ભારત દ્વારા ખાસ રિયાલિટી ચેક કરતા શાળામાં જઈને જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારે મહેસાણાની વી.આર. કર્વે શાળામાં ધો-12ના વિદ્યાર્થીઓ વહેલી સવારે શાળાએ આવી પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓને કોરોના કાળ થી બંધ શાળામાં 9 મહિના બાદ આવવાની અલગ જ અનુભૂતિ થઈ હતી. તો શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ રૂબરૂ અભ્યાસ કાર્યમાં મળીને ખુશીની લાગણીઓ અનુભવી છે.
વિદ્યાર્થી ઓછી સંખ્યામાં શાળાએ પહોંચ્યા
વાલીઓની સંમતિ અને ક્યાંક નજીકમાં રહેલો ઉત્તરાયણનો તહેવાર આજે શરૂ થયેલી શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી માટેનું કારણ હોવાનું સામે આવ્યું છે. તો આગામી દિવસોમાં અભ્યાસ માટે ચિંતા કરતા 90 ટકા વિદ્યાર્થીઓ જ આવવાની શક્યતાઓ જોવા મળી છે.
આ પણ વાંચો :