ETV Bharat / state

ઊંઝાના લક્ષચંડી યજ્ઞમાં 51 શક્તિપીઠ માટે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું કરાયું નિર્માણ - લક્ષચંડી યજ્ઞ

મહેસાણા: ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી હવનનું આયોજન ઉંઝા ઉમિયા માતા મંદિર દ્વારા ધર્મ સાથે યુવાનોને જોડવા માટે મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં 800 વીઘા જમીનમાં ન ભૂતો ન ભવિષ્યતિનું ભવ્ય આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં 81 ફૂટ ઊંચી યજ્ઞશાળામાં મા જગત જનનીના 51 સ્વરૂપની 51 શક્તિપીઠો ખાસ ઊભી કરવામાં આવશે. જેની માટે મંદિર પરિસરમાં કારીગરો ખાસ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે.

ઊંઝાના લક્ષચંડી યજ્ઞમાં 51 શક્તિપીઠ માટે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરાયું
author img

By

Published : Nov 23, 2019, 9:26 PM IST

મહેસાણાના ઊંઝા ઉમિયા માતા મંદિર પરિસર દ્વારા 18થી 22 ડિસેમ્બર મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં 800 વીઘા જમીનમાં યજ્ઞશાળાથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિશાળ ડોમ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મા ઉમિયાની મૂર્તિ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કારણ કે, ઓરિસ્સાના 4 ખાસ કારીગરો દ્વારા 51 શક્તિપીઠોની મૂર્તિ કંડારવામા આવી રહી છે. કારીગર દ્વારા અત્યારસુધી 1 માસના સમયમાં 45 મૂર્તિઓ બનાવવામાં આવી છે અને હજુ 5 મૂર્તિ બનાવવામાં આવશે. આ તમામ મૂર્તિ ખાસ કારીગરીથી ઇકો ફ્રેન્ડલી રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં, ખાસ 51 શક્તિપીઠોના દ્રશ્યો દેખાશે.

ઊંઝાના લક્ષચંડી યજ્ઞમાં 51 શક્તિપીઠ માટે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરાયું

મા ઉમાએ જ્યારે યજ્ઞ કુંડમાં પડીને મોતને વ્હાલું કર્યુ, ત્યારબાદના 51 શક્તિપીઠની વિવિધ શક્તિ સ્વરૂપે ભક્તો દ્વારા સમગ્ર દુનિયામાં તેમની પૂજા કરવામાં આવે છે અને એ જ 51 શક્તિપીઠોના દર્શન ઉંઝામાં મૂર્તિ સ્વરૂપે આગામી 18થી 22 તારીખ દરમિયાન કરવા મળશે.

લક્ષચંડી મહાયજ્ઞમાં 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાન બિરાજમાન થશે. મહાયજ્ઞ પહેલાં ઉમિયા બાગમાં 1 ડિસેમ્બરથી સળંગ 16 દિવસ સુધી 1100 પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના 700 શ્લોકોથી એક લાખ ચંડીપાઠના પઠનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થશે. ત્યારબાદ લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે, જેમાં એક લાખ ચંડીપાઠના દસમા ભાગના 10,000 પાઠનીશાસ્ત્રોક્ત વિધિથી આહુતિ પણ અપાશે.

Intro:ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં 51 શક્તિપીઠ માટે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરાયુંBody:ઊંઝામાં આગામી 18 થી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી હવન નું આયોજન ઉંજાં ઉમિયા માતા મંદિર દ્વારા કરવા માં આવી રહ્યું છે ધર્મ સાથે યુવાનો જોડાય તે માટે નો પ્રયાસ ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ માટે રખાયો છે 800 વીઘા જમીનમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવું ભવ્ય આયોજન કરાયું છે જેમાં 81 ફૂટ ઊંચી યજ્ઞશાળામાં માં જગત જનની ના 51 સ્વરૂપો ની 51 શક્તિપીઠો ખાસ ઊભા કરવા માં આવશે જેમાં ખાસ કારીગરો હાલ માં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ મંદિર પરિસર માં તૈયાર કરાઇ રહ્યા છે જે યજ્ઞશાળા માં ભારે આકર્ષણ નું કેન્દ્ર બનશે

મહેસાણા ના ઊંઝા ઉમિયા માતા મંદિર પરિસર દ્વારા ખાસ આયોજન આગામી 18 થી 22 ડિસેમ્બર ના રોજ કરવા માં આવનાર છે જેમાં 800 વીઘા જમીન માં ખાસ આયોજન કરવા માં આવ્યું છે જેમાં યજ્ઞશાળા થી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ વિશાળ ડોમ સહીત ની વ્યવસ્થા કરવા માં આવશે જેમાં મુખ્ય માં ઉમિયા ની મૂર્તિ ખાસ આકર્ષણ નું કેન્દ્ર બનશે જેનું કારણ આ 4 ખાસ કારીગરો છે જેમાં ખાસ ઓરિસા થી આ કારીગરો ને ઊંઝા બોલવવામાં આવ્યા છે જેમાં 51 શક્તિપીઠો ની મૂર્તિ અહીં કંડારવા માં આવશે અને હાલ માં એક માસ ની મહા મહેનતે 45 મૂર્તિઓ ત્યાર થઇ ગઈ છે અને ત્યાર બાદ ની 5 મૂર્તિ ઓ ત્યાર થયા બાદ યજ્ઞશાળા સહીત માં મુકવામાં આવશે આ તમામ મૂર્તિઓ ખાસ કારીગરી થી ઇકોફ્રેન્ડલી રીતે ત્યાર કરવા માં આવી છે જેમાં 51 શક્તિપીઠો ના દ્રશ્યો ખાસ દેખાશે

માં ઉમા ના જ્યારે યજ્ઞ કુંડ માં પડી ને મોતને વ્હાલું કર્યું ત્યાર બાદ ના 51 શક્તિપીઠની વિવિધ શક્તિ સ્વરૂપ એ પૂજા સમગ્ર દુનિયામાં ભક્તો દ્વારા કરવા માં આવે છે અને એજ 51 શક્તિપીઠો ના દર્શન આજે સમગ્ર મંદિર બાદ ઉંજાં માં મૂર્તિ સ્વરૂપે આગામી 18 થી 22 તારીખ સુધી ત્યાર કાર્ય બાદ આબેહૂબ દર્શન કરવા મળશે જેમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની રચના માટે ખાસ ઓરિસ્સાના મૂર્તિકારો ને અહીં બોલાવી ને વડોદરાથી કાળી માટી, ભૂસું, વાંસ, સૂતળી, અને ખાસ કાપડ અને રંગ ની મદદથી 4 ફૂટ ઊંચી મૂર્તિ નું અહીં નિર્માણ હાલ માં ચાલી રહ્યુ છે જે ખાસ યજ્ઞશાળા સહીત ડોમમાં ગોઠવણી કરાશે જે મૂર્તિ લોકો માં માં ઉમા ની આકૃતિ સહીત ની છબી ઉપસાવવાનું કામ કરશે અને સમગ્ર વિશ્વના પાટીદારો ને અહીં ઉંજાં માં દર્શન કરવા માટે ખુલ્લું મુકવા માં આવશે જ્યારે આ લક્ષચંડી હવન માં81 ફૂટ ઊંચી વાસ માંથી ખાસ કારીગરો દ્વારા યજ્ઞશાળાની રચના કરવા માં આવશે જેમાં હજારો ઈંટ, અને રેતી માટી ના લીંપણ સાથે યજ્ઞકુંડ પણ લોકો માં આકર્ષનું કેન્દ્ર બનશે જેમાં કોઈ જગ્યા પર લોખન્ડ ના ટેકા વિના ઉભી કરવા માં આવશે અને ખાસ કારીગરો દ્વારા વાસના કાથી દ્વારા તેની મજબૂતાઈ કરવા માં આવશે જેમાં આ મૂર્તિ શોભામાંન થશે તેવું હાલ માં જાણવા મળી રહ્યું છે

સમસ્ત કડવા પાટીદાર સમાજનાં કુળદેવી મા ઉમિયાના જ્યાંબિરાજમાન છે તે ઊંઝા ખાતે આગામી 18 થી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. નભૂતો ન ભવિષ્યતિ એવા આ લક્ષચંડી મહાયજ્ઞમાં 108 યજ્ઞકુંડતેમજ 1100 દૈનિક પાટલાના યજમાન બિરાજમાન થશે. લક્ષચંડી મહાયજ્ઞ પહેલાં ઉમિયાબાગમાં 1લી ડિસેમ્બરથી સળંગ 16 દિવસસુધી 1100 પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના 700 શ્લોકોથી એક લાખ ચંડીપાઠના પઠનનો શાસ્ત્રોક્ત વિધિસાથે પ્રારંભ થશે ત્યારબાદ લક્ષચંડી મહાયજ્ઞ નો પ્રારંભ થશે, જેમાં એક લાખ ચંડીપાઠના દસમા ભાગના 10,000 પાઠનીશાસ્ત્રોક્ત વિધિથી આહુતિ પણ અપાશે જેમાં ઉંજાં નું ભૂમિનું વાયબ્રેશન કંઈક ઓર થવા જશે તેમ કહીયે તો નવાઈ નહીંConclusion:બાઈટ ;- દિલીપ પટેલ --- મંદ મંત્રી ઉમિયા માતા મંદિર

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.