મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મહેસાણા dyspએ શહેરમાં ઘીના નામે ગ્રાહકોને બનાવટી વનસ્પતિ તેલ પધરાવી દેતા હોવાની બુમરાડ ઉઠી હતી, જેને ડામવાનો પ્રયાસ કરતા મહેસાણા રાધનપુર રીડ પર આવેલ દયાનંદ સોસાયટીના 3A નંબરના મકાનમાં ઘી બનાવતા ઉત્પાદક જીતેન્દ્ર પટેલને ત્યાં રેડ કરવામાં આવી હતી. જ્યાં તપાસ બાદ તપાસનો રેલો વડનગર સુધી પહોંચ્યો હતો. જ્યાં ગંજબજારમાં મે.બિંદુ ફેટર કેર એન્ડ પ્રોટીન્સ પેકેજીંગ ફેકટરીમાં તપાસ કરતા શંકાસ્પદ ધીનો જથ્થો મળી આવ્યો હતો, જે ધીની ચકાસણી માટે બન્ને જગ્યાએથી બે સેમ્પલ લઈ ફૂડ વિભાગે ચકાસણી અર્થે મોકલી આપી સ્થળ પરનો કુલ 1035 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. જેની આશરે કિંમત 84470 રૂપિયા ગણવામાં આવી છે.
રાજ્યમાં જનસંખ્યાની સરખામણીએ જરૂરિયાત સભર ચીજ વસ્તુઓ અને ખોરાકનું સારું ઉત્પાદન મેળવવું કઠિન છે જે વાસ્તવિક્તા સમાન છે, ત્યારે દિવાળીના તહેવાર સમયે રાજ્યનું ખોરાક અને ઔષધિ વિભાગ જાણે કે ભર નિંદ્રામાં હોય તેમ માત્ર ગણ્યા ગાંઠ્યા એકમોની દેખાવી તપાસ કાર્યવાહી કરી તંત્ર સંતોષ માની રહ્યો છે, ત્યારે પોતાનું સ્વાસ્થ્યએ પોતાનું જોખમ છે, તેની સારસંભાળ દરેક નાગરિકે રાખવી જરૂરી બન્યું છે. જેમાં દિવાળીમાં આરોગવામાં આવતી મીઠાઇઓ અને વાનગીઓ તો ખાસ સમજી વિચારીને ખાવી આવશ્યક બન્યું છે. કારણ કે જરૂરિયાત સામે સારું ઉત્પાદન હાલના સમયમાં શક્ય નથી ત્યાં બનાવટી ચીજ વસ્તુઓએ હાલના સમયમાં જોખમ રૂપ સાબિત થઈ રહી છે.