ETV Bharat / state

મહેસાણાની દૂધ સાગર ડેરીને મળ્યો સૌથી મોટી ડેરીનો એવોર્ડ - દૂધસાગર ડેરી

મહેસાણાઃ શ્વેતક્રાંતિ સમાન દૂધસાગર ડેરીની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જેમાં એગ્રીકલ્ચર ટુડે ગ્રૃપ દ્વારા દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો.

dudhsagar dairy mahedana
દૂધ સાગર ડેરીને મળ્યો સૌથી મોટી ડેરીનો એવોર્ડ
author img

By

Published : Jan 19, 2020, 2:21 PM IST

દૂધસાગર ડેરી મહેસાણાની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. આ ડેરીની સાથે હાલમાં 1,341 દૂધ મંડળીઓ અને 6,11,000 કરતા વધારે દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. તેનું વાર્ષિક વેચાણ 4,186 કરોડ રૂપિયા છે દૂધસાગર ડેરીની દૈનિક ક્ષમતા 25 લાખ લીટર પ્રતિ દિવસ દૂધની પ્રક્રિયા કરવાની છે. તેની સાથે તેના પાંચ અદ્યતન શીત કેન્દ્રો સંકળાયેલા છે. દૂધ સાગર ડેરી FSSC 22000થી સર્ટિફિકેશન પામેલી છે. દૂધસાગર સિમેન સ્ટેશન સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે.

દૂધ સાગર ડેરીને મળ્યો સૌથી મોટી ડેરીનો એવોર્ડ

દૂધસાગર ડેરીએ ગ્રામ્ય વિસ્તારના અર્થતંત્રમાં વધારો કરવા તથા ગ્રામ્ય કક્ષાએ રોજગારીના સર્જનમાં નોંધપાત્ર ફાળો આપતી સહકારી સંસ્થા છે. સંસ્થા દ્વારા ખેડુતોને કૃષિ સામે દૂધ ઉત્પાદનથી નિશ્ચિત રકમ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આમ મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીનું દેશભરમાં સૌથી મોટું કદ માની દિલ્હીના એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ 2020 આપવામાં આવ્યો છે.

દૂધસાગર ડેરીની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું

એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ 2020 આપવામાં આવ્યો છે. એગ્રીકલ્ચર ટુડે ગ્રૃપે વૈશ્વિક કૃષિ સામયિકોમાથી એક છે. જેનું વડુ મથક દિલ્હીમાં આવેલું છે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાના કૃષિ સંબંધિત મુદ્દાઓ અને નવીન સમાચારોને પ્રસિદ્ધ તેમજ વિશ્લેષણ કરે છે. આ મેગેઝીન કૃષિ ક્ષેત્રે બાયો ટેકનોલોજી, ફાર્મ મિકેનિકરણ, બીજ, ખાતરો, પાક સંરક્ષણ, બાગાયત, પશુપાલન, કૃષિ વ્યવસાય, સંશોધન અને માર્કેટિંગ વગેરે ક્ષેત્રના મુદ્દાનું વિશ્લેષણ કરે છે. આ ગ્રુપ કુલ નવ વિભાગોમાં એવોર્ડ આપે છે. એમ સૌથી અગત્યના વિભાગ "દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની" નો એવોર્ડ મહેસાણાની દૂધસાગર ડેરીને આપવામાં આવ્યો છે.

દૂધસાગર ડેરીને આ એવોર્ડ મળતા તેના 6 લાખ કરતા વધારે દૂધ ઉત્પાદકો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. દૂધસાગર ડેરીએ તેની સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો વૈજ્ઞાનિક અને વ્યાપારીક ધોરણે પશુપાલન કરતા થાય અને તેની સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોનો સામાજિક અને આર્થીક ઉદ્ધાર થાય, તથા ગ્રામ્ય કક્ષાએ પશુ પાલન ક્ષેત્રે રોજગારીનું સર્જન થતું રહે એ માટે પ્રતિબદ્ધ છે.

Intro:મહેસાણા દૂધ સાગર ડેરીને સૌથી મોટી ડેરીનો એવોર્ડ પ્રદાન થયોBody:મહેસાણાની શ્વેત ક્રાંતિ સમાન દૂધસાગર ડેરીની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે જેમાં એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ 2020 આપવામાં આવ્યો.

મહત્વનું છે કે દૂધસાગર ડેરી મહેસાણાની સ્થાપના 1960માં કરવામાં આવી હતી, આ ડેરીની સાથે હાલમાં 1,341 દૂધ મંડળીઓ અને છ લાખ ૧૧ હજાર કરતા વધારે દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. તેનું વાર્ષિક વેચાણ 4186 કરોડ રૂપિયા છે દૂધસાગર ડેરીની દૈનિક ક્ષમતા ૨૫ લાખ લીટર પ્રતિ દિવસ દૂધની પ્રક્રિયા કરવાની છે તેની સાથે તેના પાંચ અદ્યતન શીત કેન્દ્રો સંકળાયેલા છે દૂધ સાગર ડેરી fssc 22000 થી સર્ટિફિકેશન પામેલી છે .દૂધસાગર સિમેન સ્ટેશન સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે.દૂધસાગર ડેરી એ ગ્રામ્ય વિસ્તાર ના અર્થતંત્ માં વધારો કરવા તથા ગ્રામ્ય કક્ષાએ રોજગારી સર્જનમાં નોંધપાત્ર ફાળો આપતી સહકારી સંસ્થા છે. સંસ્થા ઘ્વારા ખેડુતો ને કૃષિ સામે દૂધ ઉત્પાદન થી નિશ્ચિત રકમ આપવામાં મુખ્ય રોલ ભજવ્યો છે. આમ મહેસાણા સ્થિત આવેલ દૂધસાગર ડેરીનું દેશ ભરમાં સૌથી મોટું કદ માની દિલ્હીના એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ 2020 આપવામાં આવ્યો.

(((દૂધસાગર ડેરીની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું

એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ 2020 આપવામાં આવ્યો.

એગ્રીકલ્ચર ટુડે ગ્રુપએ વૈશ્વિક કૃષિ સામયિકોમા નું એક છે. જેનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલ છે.જે આંતરરાષ્ટ્રીય કક્ષાના કૃષિ સંબંધિત મુદ્દાઓ અને નવીન સમાચારો ને પ્રસિદ્ધ કરે છે અને વિશ્લેષણ કરે છે. આ મેગેઝીન કૃષિ ક્ષેત્રે બાયો ટેકનોલોજી, ફાર્મ મિકેનિકરણ,બીજ,ખાતરો, પાક સંરક્ષણ ,બાગાયત,પશુપાલન,કૃષિ વ્યવસાય ,સંશોધન અને માર્કેટિંગ વગેરે ક્ષેત્ર ની ચિંતા. ઓ નું વિશ્લેષણ કરે છે.આ ગ્રુપ કુલ અલગ લગ નવ વિભાગો માં એવોર્ડ આપે છે.એમ સૌથી અગત્ય ના વિભાગ " દેશ ની શ્રેષ્ઠ મોટા કદ ની કંપની " નો એવોર્ડ મહેસાણા ની દૂધસાગર ડેરી ને આપવામાં આવ્યો છે.

દૂધસાગર ડેરી મહેસાણા ની સ્થાપના 1960માં કરવામાં આવી છે અત્યારે તેની સાથે 1,341 દૂધ મંડળીઓ અને છ લાખ ૧૧ હજાર કરતા વધારે દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. તેનું વાર્ષિક વેચાણ 4186 કરોડ રૂપિયા છે દૂધસાગર ડેરીની દૈનિક ક્ષમતા ૨૫ લાખ લીટર પ્રતિ દિવસ દૂધની પ્રક્રિયા કરવાની છે તેની સાથે તેના પાંચ અદ્યતન શીત કેન્દ્રો સંકળાયેલા છે દૂધ સાગર ડેરી fssc 22000 થી સર્ટિફિકેશન પામેલી છે .દૂધસાગર સિમેન સ્ટેશન સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે.દૂધસાગર ડેરી એ ગ્રામ્ય વિસ્તાર ના અર્થતંત્ માં વધારો કરવા તથા ગ્રામ્ય કક્ષાએ રોજગારી સર્જનમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.સંસ્થા ઘ્વારા ખેડુતો ને કૃષિ સામે દૂધ ઉત્પાદન થી નિશ્ચિત રકમ આપવામાં મુખ્ય રોલ ભજવ્યો છે.

દૂધસાગર ડેરી ને આ એવોર્ડ મળતા તેના 6 લાખ કરતા વધારે દૂધ ઉત્પાદકો ગૌરવ ની લાગણી અનુભવે છે.
દૂધસાગર ડેરી એ તેની સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકો વૈજ્ઞાનિક અને વેપારી ધોરણે પશુપાલન કરતા થાય અને તેની સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો નો સામાજિક અને આથીક ઉદ્ધાર થાય ,તથા ગ્રામ્ય કક્ષા એ પશુ પાલન ક્ષેત્રે રોજગારી નું સર્જન થતું રહે એ માટે પ્રતિબદ્ધ છે.))))
Conclusion:રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.