ETV Bharat / state

મહેસાણામાં આશા પટેલ અને નારણ પટેલ વચ્ચે થઈ બોલાચાલી, ઊંઝા ભાજપમાં બે ફાટ પડી - asha patel

મહેસાણા: જિલ્લા ખાતે યોજાયેલા ભાજપાના સંગઠન પર્વમાં ઊંઝાના ભૂતપૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને ધારાસભ્ય આશા પટેલની મુલાકાત થઈ હતી. જેમાં બંને વચ્ચે વચ્ચે સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઇ હતી. બાદમાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

મહેસાણામાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ઊંઝાના આશા પટેલ અને નારણ પટેલ વચ્ચે થઇ તુતું મેમે
author img

By

Published : Jun 25, 2019, 10:07 AM IST

મહેસાણા જિલ્લામાં ભાજપએ લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં દબદબો જમાવ્યો છે. પરંતુ, આ જ દબદબા વચ્ચે ઊંઝામાં ભાજપમાં બે ભાગ જોવા મળી રહ્યા છે. ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા ભાજપ સંગઠન પર્વમાં ઊંઝાના ભૂતપૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને વર્તમાન ધારાસભ્ય આશા પટેલની મુલાકાત થઇ હતી જેમાં બોલાચાલી સર્જાઇ હતી.

ભાજપના સંગઠન પર્વમાં ભાજપના તમામ સભ્યોને આમંત્રણ આપવામાં આવતું હોય છે. ત્યારે સામાન્ય રીતે આશા પટેલના કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાથી નારાજ થયેલા નારણ કાકા ભાજપના કોઈ કાર્યક્રમમાં ન જવાનુ રટણ ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કરતા હતા. પરંતુ, આજના ભાજપ સંગઠન પર્વમાં તેમને હાજરી આપી હતી. જેેને લઇને ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે જ ટાઉન હોલમાં નારણ પટેલ સામે રોષ ઠાલવતા ઉગ્ર બોલાચાલી કરી હતી. જેને લઇને નારણ પટેલ તથા આશા પટેલ વચ્ચે બોલાચાલી થતા સ્થળ પર માહોલ ઉગ્ર બન્યો હતો. જો કે બાદમાં ભાજપના કાર્યકરોએ નારણ પટેલને ચેમ્બરમાં બોલાવી સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઇને એક વાત ચોક્કસ કહી શકાય કે ઊંઝામાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને વર્તમાન ધારાસભ્ય આશા પટેલની બોલાચાલીને લઇને ક્યાંકને ક્યાંક ભાજપામાં જ ખટરાગ છે. જેને લઇને રાજકારણ ગરમાયેલું છે. ત્યારે ઊંઝા શહેરમાં રાજકારણ માટે અન્ય પક્ષોની ખોટ ખુદ ભાજપ જ પુરી કરી રહ્યું છે. તે આ સમગ્ર મામલાને લઇને સાચુ પુરવાર સાબીત થાય છે.

Intro:(નારણ પટેલ અને આશા પટેલના ફાઇલ વિસુઅલ અથવા ફોટા મૂકી મેટર બનાવશો)

મહેસાણામાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ઊંઝાના આશા પટેલ અને નારણ પટેલ વચ્ચે તુતું મેમે સર્જાઈ

ભાજપના સંઘઠન પર્વમાં આશા પટેલ અને નારણ પટેલ વચ્ચે તુતું-મેમે સર્જાઈ

ભાજપની ઊંઝા માટે એક મ્યાનમાં બે તલવાર રાખવા જેવી અસંભવ સ્થિતિ..!

Body:મહેસાણા જિલ્લામાં ભાજપે તહેતરમાં યોજાયેલ લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં પોતાનો દબદબો જમાવ્યો છે પરંતુ આ જ દબદબા વચ્ચે ઊંઝામાં ભાજપની બે ફાળ જોવા મળી રહી છે ત્યારે આજે મહેસાણા ખાતે યોજાયેલ ભાજપના સંઘઠન પર્વમાં ઊંઝા થી પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને ચાલુ ધારાસભ્ય આશા પટેલ ની એક માંડવે મુલાકાત થતા અંગારા જરવા લાગ્યા હતા જી..હા. ઘટનાની સાક્ષી ખુદ ભાજપ સૂત્રો જ બન્યા છે તેવી આ ઘટનામાં વાત જાણે એમ છે કે ભાજપના સંઘઠનનો પર્વ હોય ત્યારે તમામ ભાજપી સભ્યોને આમંત્રણ આપવામાં આવતું હોય છે ત્યારે સામાન્ય રીતે આશા પટેલના કોંગ્રેસ માંથી ભાજપમાં આવવા થી નારાજ નારણ કાકા ભાજપના કોઈ કાર્યક્રમમાં ન જવાનું રટણ ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કરતા હતા પરંતુ આજના ભાજપ સંઘઠન પર્વમાં તેમને હાજરી આપી હતી કે બસ તેમને જોતા જ તાજેતરમાં ઊંઝાના ધારાસભ્ય બનેલા આશા પટેલે કાર્યક્રમ પૂર્ણ થતાં જ ટાઉન હોલના નીચે ના ભાગે નારણ પટેલ સામે રોષ ઠાલવતા ઉગ્ર બોલાચાલી અને બબાલ કરી હતી જોકે સામે નારણ પટેલ પણ પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા આશા પટેલ સામે બોલાચાલી કરતા સ્થળ પર અભદ્ર શબ્દોના સંવાદ સાથે તકરાર ઉગ્ર બનતા પક્ષના મહિલા કાર્યકરો એ આશા પટેલ ને તેમની ગાડીમાં બેસાડી રવાના કર્યા હતા તો ભાજપના કર્મનિષ્ટ એકે જનસંઘ વખતના કાર્યકર નારણ પટેલને જિલ્લા ભાજપના હોદ્દેદારોએ ચેમ્બરમાં બોલાવી સમજાવટ કરી મામલો થાળે પાડ્યો છે ત્યાં એક વાત ચોક્કસ કહી શકાય કે ઊંઝામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને ચાલુ ધારાસભ્ય આશા પટેલનું યુદ્ધ હજુ શાંત નથી પડ્યું અને પક્ષમાં જ મોટું રાજકારણ ગરમાયેલું છે ત્યારે આવા ઊંઝા શહેરમાં રાજકારણ માટે અન્ય પક્ષોની ખોટ ખુદ ભાજપ જ પુરી કરી રહ્યું છે

Conclusion:તુતું મેમે વચ્ચે ઊંઝા ભાજપમાં માહોલ ગરમાયેલો

ભાજપના પૂર્વ અને ચાલુ ધારાસભ્ય વચ્ચે ઉગ્ર સંવાદ સિહે બબાલ

આશા પટેલ અને નારણ પટેલ અમને સમાને

પક્ષ પલટો કરી ભાજપમાં ધારાસભ્ય બનનાર આશા પટેલનો નારણ પટેલ સામે વિરોધ

ભાજપના સંઘઠન પર્વ પર નારણ પટેલ આવતા આશા પટેલ ભડકયા

શુ આખરે આશા પટેલ ને જિલ્લા સંઘથનમાં નથી મળ્યું નારણ પટેલ જેટલું સન્માન?

શુ નારણ પટેલની જિલ્લા સંઘઠનમાં પક્કડ હજુ પણ મજબૂત?

આખરે ઊંઝામાં ક્યાં સુધી પૂર્વ અને ચાલુ ધારાસભ્ય વચ્ચે જામેલો રહેશે જંગ?

ઊંઝા ભાજપની બે ફાળ ભાજપને હજુ કેટલું કરશે બદનામ?

શુ ભાજપ માટે જનસંઘ થી જોડાયેલા નારણ પટેલ કે પક્ષ પલટો કરી આવનાર આશા પટેલ મહત્વના છે ?

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.