ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં આયુર્વેદિક ઉપચાર સમાન ઉકાળાનું વિતરણ...

ભારત દેશ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસની લડાઈમાં પોતાના નાગરિકોને તેનાથી મુક્ત અને દૂર રાખવા સઘન પ્રયાસો કરી રહ્યો છે. ત્યાં ભારતની અતિપ્રાચીન અને પરંપરાગત ઋષિમુનિઓ દ્વારા સૂચિત આયુર્વેદ પદ્ધતિને આવા કપરા સમયમાં ઉપયોગમાં લેવામાં કેમની ચૂકાય. મહેસાણા જિલ્લામાં આયુર્વેદ અધિકારી દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Mehsana News, Covid 19
Mehsana News
author img

By

Published : May 2, 2020, 3:27 PM IST

મહેસાણાઃ જિલ્લા આર્યુવેદ અધિકારી વૈધ વર્ષાબેન પટેલ દ્વારા મહેસાણા જિલ્લામાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેદિક ઔષધીનું સિંચન કરવા નાગરિકોને સુચન કરવામાં આવે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ સિવાય હોમિયોપેથી નૈસર્ગિક ઉપચારો તેમજ ઘરથ્થુ ઉપાયો ભારતને કોરોના મુક્ત રાખવા માટે મદદ કરી શકે છે.

સર્વે જગતમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લાના પ્રશાસન તેમજ નગરજનો માટે હંમેશા ચિંતિત રહી આયુર્વેદ પદ્ધતિનો અમલ કરવા કટિબદ્ધ બની છે. જિલ્લામાં રહેલી મોટી મોટી સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી ઘરે-ઘરે આયુર્વેદિક ઉકાળા કે જેમાં ગળો, અરડૂસી, લીમડો, તુલસી, આદુ, હળદળ સામેલ કાવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમ જિલ્લા આર્યુવેદ અધિકારી વર્ષાબેન પટેલે જણાવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Mehsana News, Covid 19
મહેસાણા જિલ્લામાં આયુર્વેદિક ઉપચાર સમાન ઉકાળનું વિતરણ

તદ્દઉપરાંત ઉપરોક્ત લિખિત ઔષધિઓ જો ઘર આંગણામાં ઉપલબ્ધ હોય તો ઘરે જ આ પ્રકારનો આયુર્વેદિક ઉકાળો બનાવીને તેને ગ્રહણ કરવા ઘરના તમામ સભ્યોને સૂચન આપવામાં આવે છે. સોસાયટી તરફથી આવેલા આર્યુર્વેદ ઉકાળાની વિનંતીને સરકાકે ધ્યાનમાં લઇ વિનંતી કરેલી સોસાયટીમાં ઔષધિ ઉકાળાની સામગ્રી પણ પૂરી કરવામાં આવે છે.

આ ઉકાળો માત્ર નગરજનો માટે જ સીમિત ન બનીને શિક્ષણ સેવાનું મહત્વનું યોગદાન આપતા ધોરણ -૧૦ તેમજ ૧૨ના તમામ શિક્ષક ગણને કોરોનાથી મુક્ત રાખવા માટે આ આયુર્વેદિક ઔષધિને વિતરણ કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓના લોકડાઉન બંદોબસ્તમાં ફરજ બજાવતા તેમજ અન્ય પ્રકારે સરકારી સહાય કરતા કલેક્ટર કચેરી, પેટા તિજોરી કચેરી, તાલુકા સદ્દન, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યને આ ઔષધીનો વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લા આયુર્વેદ અધિકારી વર્ષાબેન પટેલ વધુમાં જણાવ્યું કે, ધુપનું મહત્વપણ કોરોના બીમારીથી બચવા માટે કેટલું સુગ્મય બને છે. તેની જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમને જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં 10,17,432 લાભાર્થીઓને ઉકાળો, 7,25,542 હોમયોપેથી પ્રિવેન્ટિવ ડોઝ, 1187 સંશમની વટી તથા કોરોન્ટાઇન સેન્ટર/હોમ કોરોન્ટાઇનમાં રખાયેલા 236 આયુર્વેદ લાભાર્થીઓ અને 23 હોમિયોપેથીનો લાભ લીધો. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ કે જે સતત કોરોના વાઇરસના સંક્રમણ સમયે ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમને પણ આ ઉકાળાની સામગ્રી આપવામાં આવી હતી.

મહેસાણા જિલ્લાના 17 આયુર્વેદ દવાખાના તથા 10 હોમિયોપેથીક દવાખાના દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આયુર્વેદિક અધિકારી વર્ષાબેન અનુરોધ કરતાં જણાવ્યું કે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર ઉકાળા તેમજ શમસ વટીનો ઉપયોગ વધારે આવશ્યક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.