મહેસાણા : વિસનગર શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધે નહિ માટે સતત પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉનમાં પેટ્રોલિંગ કરી જુદા જુદા પોઈન્ટ પર ફરજ નિભાવવામાં આવી રહી છે. જો કે, આ પ્રકારે સતત રખેવાડી કરતા પોલીસ કર્મીઓને ભોજન પાણીની સગવડ સમયસર મળવી અનુકૂળ નથી હોતું, ત્યારે એક સેવાકાર્યને વેગ આપતા બ્રિટાનીયા કંપનીના કર્મચારીઓ દ્વારા 1800 પેકેટ બિસ્કિટ કોરોના વોરિયર્સ પોલીસ સ્ટાફને સન્માન રૂપી ભેટ આપવામાં આવી છે.
મહત્વનું છે કે, બિસ્કિટ પેકેટ ડ્રાય હોવાથી ફરજ પર રહેલા પોલીસ કર્મીઓ પોતાની જરૂરિયાત મુજબ તે ફૂડ પેકેટનો ઉપયોગ કરી શકશે.